GUJARAT : વલસાડમાં ૧ વર્ષથી વોન્ટેડ આરોપી નીલ હરીશ ટંડેલ ઝડપાયો: શીમેન તરીકે કામ કરતો આરોપી ઘરે આવતા જ સિટી પોલીસે દબોચ્યો

0
36
meetarticle

​વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
​વલસાડ સિટી પોલીસને બાતમી મળી હતી કે, તેમના જ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી નીલ હરીશ ટંડેલ (રહે. સ્કૂલ ફળિયું, નાની દાંતી, વલસાડ), જેઓ શીમેન તરીકે કામ કરે છે, તે પરત પોતાના ઘરે આવ્યો છે.


​આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી નીલ ટંડેલને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here