GANDHINAGAR : ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો

0
47
meetarticle

 ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની સાથે હવે હથિયારોની પણ હેરાફેરી વધી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી મુંબઇના યુવાનને તમંચા સાથે ઝડપી લીધો હતો. ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરીને તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અત્યાર સુધી દારૃની હેરાફેરીના કિસ્સા પ્રકાશમાં આવતા હતા. તેમાં પણ ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર લક્ઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૃની હેરાફેરીના કિસ્સા બહાર આવતા રહેતા હોય છે ત્યારે હવે થોડા સમયથી અહીં હથિયારોની પણ હેરાફેરી વધી રહી છે. છેલ્લા છ મહિનામાં છથી વધુ મુસાફરો લક્ઝરી બસમાં હથિયારો સાથે પકડાઈ ચૂક્યા છે ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જે.ચૌહાણની સૂચના હેઠળ ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક બસને ઊભી રાખી હતી. જ્યાં તબક્કાવાર મુસાફરોના સામાન તપાસવાનું શરૃ કરવામાં આવ્યું હતું તે દરમિયાન એક મુસાફરના કાળા અને લાલ કલરના થેલામાં પોલીસને શંકા ગઈ હતી એને તપાસ કરતા તેની પાસેથી એક દેશી તમંચો મળી આવ્યો હતો. આ યુવાનની પૂછપરછ કરતા તે કુર્લા વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે રહેતો આતિશ વિનાયકભાઇ પવાર હોવાનું બહાર આવ્યું હતું.આ તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. હાલ તો ૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામલ કબજે કરીને આ યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here