GANDHINAGAR : ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા

0
27
meetarticle

ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે અઠવાડિયા અગાઉ છત્રાલ પાસે ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પકડવા ગયેલા ભુસ્તર વિભાગના મહિલા અધિકારીને છ જેટલા આરોપીઓએ વાહનો લઇને આતર્યા હતા. જે સંદર્ભે કલોલ તાલુકામાં નોંધાયેલા પુરાવાને પગલે પોલીસે ૩૫.૪૫ લાખના વાહનો સાથે છ આરોપીને પકડીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરી કરીને રેત માફિયા ફરાર થતા હોય છે ત્યારે ભુસ્તર વિભાગ દ્વારા તેમને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ગયા અઠવાડિયા ભુસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દેવ્યાનીબા જાડેજા કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે ગેરકાયેદ રેતી ભરેલું ડમ્પર પકડયું હતું જો કે, ચાલકે તેના માલિકને ફોન કરતા કાર લઇને આવેલા શખસો દ્વારા આ ડમ્પર છોડાવી જવામાં આવ્યું હતું અને મહિલા અધિકારીને આંતર્યા હતા જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાને પગલે જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટ્ટી દ્વારા આરોપીઓને પકડવા માટે તાકિદ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.પરમાર દ્વારા આરોપીઓને શોધવા દોડધામ કરવામાં આવી હતી અને ૩૫.૪૫ લાખના વાહનો સાથે મુખ્ય આરોપી જનક જયપ્રકાશભાઇ પટેલ રહે. મેડા આદરજ, કડી, હેતાજી લેબાજી ઠાકોર રહે. હનાવાડા-હારિજ, હર્ષ જીતેન્દ્રકુમાર પટેલ મેડા આદરજ-કડી, દિવ્યાંગ ભરતભાઇ પટેલ, મેડાઆદરજ-કડી,ઝાહિદ આસમભાઇ ખોખર રહે. ઇરાના ગામ -કડી અને સુનિલ ભગાજી ઠાકોર રહે. ઇરાના ગામ કડીને ઝડપી લેવામાં આવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here