BOLLYWOOD : અદિતી રાવ હૈદરીના નામે વ્હોટસ એપ પર સ્કેમથી ચકચાર

0
33
meetarticle

અદિતી રાવ હૈદરીના નામે એક વ્હોટસ એપ સ્કેમ ચાલી રહ્યું છે. ખુદ અદિતીએ આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે અને તેના ચાહકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અદિતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે મારા નામે એક સ્કેમ ચાલી રહ્યું હોવા બાબતે કેટલાક લોકોએ મારું ધ્યાન દોર્યું છે. કોઈ મારા ફોટાનો ઉપયોગ કરી જાણે હું ખુદ વ્હોટસ એપ પર એક નંબરથી મેસેજ કરતી હોઉં તે રીતે લોકોને મેસેજ કરે છે. લોકોને ફોટો શૂટસના નામે ફસાવાઈ રહ્યા છે.

અદિતીએ સ્પષ્ટ કર્યું હતું કે પોતે વ્હોટસ એપ પર પર્સનલ નંબર દ્વારા કોઈ પ્રોફેશનલ કામના મેસેજ કરતી જ નથી. પ્રોફેશનલ મેસેજીસ તેની ટીમ દ્વારા જ થાય છે. આથી લોકો સંબંધિત નંબર પરથી મારા નામે મેસેજ આવે તો પણ તેનાથી સાવચેત રહે. જો કોઈને આવા મેસેજ આવ્યા હોય તો મારી ટીમને જાણ કરે. અદિતીએ જે નંબર પરથી લોકોને તેના નામે મેસેજ મોકલાઈ રહ્યા છે તેનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. સંખ્યાબંધ બોલીવૂડ સ્ટાર્સ સાથે ડિજિટલ છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં પ્રગટ થયેલા એક સર્વે મુજબ એઆઈ કે ડિજિટલ ટેકનિક દ્વારા જેમના નામે છળ આચરવામાં આવે છે. તેવી સૌથી વધુ હસ્તીઓ ભારતમાં છે અને તેમાં પણ શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ ટોચ પર છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here