ઠાસરામાં આવેલા ખેતરમાં પ્રેમીપંખીડાઓએ ઝાડ ઉપર દોરડું બાંધી લટકી ગયા હતા. સ્થાનિકે ઘટના જોઈ જતા બંનેને નીચે ઉતારતા યુવતીનું મોત થયું હતું. જ્યારે યુવકનો શ્વાસ ચાલુ હોવાથી સારવાર માટે ખસેડાયો છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના વેરડા ગામના અસ્મિતાબેન કમલેશભાઈ ભૂરિયાને રાહુલભાઈ રમેશભાઈ બારૈયા સાથે પ્રેમ થયો હોવાથી બંને ભાગીને આવ્યા હતા. ઠાસરાથી ગુમાડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર ઠાસરા પાલિકાની સોમનાથ સોસાયટી પાછળ ચંદુભાઈ પટેલના ડાંગરના ખેતરમાં આંબાના ઝાડ ઉપર આજે બંનેને લટકતા નજીક રહેતા રમેશભાઈએ જોયા હતા. નજીકમાં જઈને જોયું તો રાહુલનો શ્વાસ ચાલુ હોવાથી બંનેને ખભે ઊંચકી દોરડું કાપીને બંનેને નીચે ઉતાર્યા હતા. અસ્મિતાબહેનનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જ્યારે રાહુલનો શ્વાસ ચાલુ હોવાથી ૧૦૮ મારફતે સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો છે.

