અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ) રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાં 52 જીવતા સાપો મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગે તપાસ કર્યા બાદ મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ જગ્યા નાગના ઘર તરીકે દર્શાવતો
અહેવાલ પ્રમાણે, મહંત મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતો હતો અને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ જગ્યા નાગના ઘર તરીકે દર્શાવતો હતો. પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરમાં 100થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જે નાગદેવતાનું મંદિર હોવાનું પ્રચાર કરતા દર્શાવતું હતું.
તેના માટે યોગ્ય પરવાનગી જરૂરી
સાપો જંગલી પ્રાણીઓના અંતર્ગત આવે છે અને તેના માટે યોગ્ય પરવાનગી જરૂરી હોય છે. હાલ મહંતની ધરપકડ કરવામાં આવી છે અને તમામ સાપોને સલામત રીતે અન્ય સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

