અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ) મહેસાણાની દૂધસાગર ડેરીમાં આગામી 7 ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા માટેની મહત્વપૂર્ણ તારીખો જાહેર થઈ ગઈ છે. કુલ 1,048 મતદારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીની ચૂંટણીની જાહેરાત થતાં સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે

ચુંટણી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો
24 નવેમ્બર: ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
24 નવેમ્બર: ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ
25 નવેમ્બર: ફોર્મની ચકાસણી
26 નવેમ્બર: માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ
27 નવેમ્બર: ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ
28 નવેમ્બર: હરિફ ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ
ઉમેદવાર અને પેનલ સ્થિતિ
વિપુલ ચૌધરી જૂથ દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈ સક્રિય છે. તેઓ ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા માટે તૈયારી કરી રહ્યા છે.

