SURENDRANAGAR : ચુડના ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સ ઝડપાયા

0
37
meetarticle

ચુડા તાલુકાના જોબાળા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી ૧૩ શખ્સને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રૃ.૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ચુડા તાલુકાના જોબાળા ગામમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે ચુડાના જોબાળા ગામે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) ઇશ્વરભાઇ ભગવાનભાઈ દાસોડીયા (૨) અજયભાઈ ઘનશ્યામભાઈ શેખ (૩) રસિકભાઈ શામજીભાઈ શેખ (૪) આકાશભાઈ બહાદુરભાઈ ચેખલિયા (૫) રવિભાઈ નટુભાઈ વડોદરિયા (૬) વિપુલભાઈ નારાયણભાઈ ઘોળકીયા (૭) વશરામભાઈ લાલજીભાઈ ભલાડા (૮) વિકાસભાઈ બહાદુરભાઇ ચેખલિયા (૯) રાજુભાઈ ઘનશ્યામભાઈ ડાભી (૧૦) જીગ્નેશભાઈ રાયસંગભાઈ પરમાર (૧૧) રાકેશભાઈ દલસુખભાઈ શેખ (૧૨) બળદેવભાઈ મનસુખભાઈ ધલવાણીયા અને (૧૩) અશોકભાઈ તળશીભાઈ કલવાણીયાને જાહેરમાં જુગાર રમતા રોકડ રૃ.૪૪,૫૧૦, ૧૨-મોબાઇલ કિં.રૃ.૫૫,૫૦૦, બાઈક કિંમત રૃ.૧૫,૦૦૦ સહિત ફૂલ રૃ.૧,૧૫,૦૧૦ના મુદામાલ સાથે ઝડપી ચુડા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here