મહીસાગર જીલ્લામાં આવેલા ગોધર તાલુકામાં આવેલાં પઢારીયા ગામના રહેવાસી અશોકભાઈ ગઢવી આદિવાસી યુવક સેવા સંઘ ભંડારા સંચાલિત નવદુર્ગા માધ્યમિક શાળા,ભંડારા તા. સંતરામપુર, જી. મહીસાગર ખાતે ફરજ બજાવતા આચાર્ય શ્રી અશોકકુમાર ફતેસિંહ ગઢવીના વયનિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન તેમના નિવાસ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા અશોકભાઈ ગઢવીના વય નિવૃત્તિ પછીનું જીવન તંદુરસ્ત રહે નિરોગી રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પઢારિયા ગામે અશોકભાઈ ગઢવીના નિવાસસ્થાને ઉપસ્થિત રહી તેમને શુભકામનાઓ પાઠવી.કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર , મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા સાહેબ મહીસાગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી દિગ્વિજય સિંહ સોલંકી ,, છગનભાઈ તાવીયાડ સહિત શાળાના શિક્ષકગણ અને સ્ટાફ મિત્રો, ગ્રામજનો ઉપસ્થિતિ રહી, શુભેચ્છા પાઠવી
REPOTER : દિલીપભાઈ બારીઆ

