રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ કાર્યવાહી કરીને દારૂની હેરાફેરી કરતા ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના ઠક્કરવાડાથી કલવાડા ગામ તરફના રોડ પર અતુલ ફળિયા નજીક SMC ના પીએસઆઈ આર.જી. વસાવા અને ટીમે વોચ ગોઠવી હતી.
સ્થળ પરથી દમણ અને નાસિકની બનાવટની વિવિધ બ્રાન્ડની ૨,૨૦૩ વિદેશી દારૂની બોટલો (કિં. રૂ. ૬,૦૧,૯૨૯/-) મળી આવી હતી.

દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ૫ મોપેડ (સ્કૂટર) સહિત ૫ મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા. કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૮,૪૬,૯૨૯/- થાય છે.
પોલીસે દારૂની હેરાફેરી કરતા વાયરલ હળપતિ, આશિષ પટેલ, સાગર પટેલ, શુભમ સિંહ અને મનસિંગ સિંહ સહિત કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પલસાણા અને ખડકી વિસ્તારના રહેવાસી છે.
દારૂનો મુખ્ય સપ્લાયર કુણાલ ઉર્ફે લાલુ પટેલ અને રિસીવર અંકિત (રહે. વાઘલધરા) ને વોન્ટેડ જાહેર કરાયો છે.
SMC દ્વારા તમામ પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને વધુ કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

