GUJARAT : સફાઇની આડમાં દારૂની હેરાફેરી: પારડી નજીક LCB એ ફીનાઇલના બોક્સ નીચે છુપાવેલો ₹૩.૪૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

0
34
meetarticle

​વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે નેશનલ હાઇવે નંબર ૪૮ પર પારડી નજીક રેડ કરીને વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.
​LCB ને મળેલી બાતમીના આધારે, મુંબઈથી સુરત તરફ જઈ રહેલા MH-48-CB-3064 નંબરના ટાટા ઇન્ટ્રા ટેમ્પોને વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે રોકીને તપાસ કરવામાં આવી હતી.
​ ટેમ્પોમાં ફીનાઇલ, હાર્પિક અને એસિડની બોટલોના બોક્સની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ (વ્હીસ્કી અને બિયર) ના ૪૦ બોક્સ (૧૨૯૬ બોટલ/ટીન) મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૩,૪૭,૫૨૦/- થાય છે.


​ ફીનાઇલના બોક્સ અને ટેમ્પો સહિત કુલ રૂ. ૮,૭૦,૯૯૫/- નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
​ પોલીસે ટેમ્પો ચાલક બાલાજી ગેલાભાઈ રાવરીયા (ઉં.વ. ૩૮) અને ક્લીનર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જાડેજા (ઉં.વ. ૨૮), બંને (રહે. ભચાઉ, કચ્છ-ભુજ) ની ધરપકડ કરી છે.
​ મહારાષ્ટ્રના મુંબઈનો રહેવાસી ‘રમેશભાઈ’ નામનો ઈસમ વોન્ટેડ જાહેર કરાયો છે.
​પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here