NATIONAL : સુપ્રીમે આઇએચએફએલના કેસમાં સીબીઆઇ, સેબીની ટીકા કરી

0
49
meetarticle

સુપ્રીમ કોર્ટે બુધવારે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (આઇએચએફએલ)ની વિરુદ્ધ શંકાસ્પદ લેવડદેવડનાં આરોપોની તપાસમાં અનિચ્છા બદલ સીબીઆઇ અને સેબીની ટીકા કરી છે.

સુપ્રીમે  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ના ડાયરેક્ટરને કેસની તપાસ માટે સેબી, એસએફઆઇઓ અને ઇડીની સાથે બેઠક કરવાનો પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આઇએચએફએલને હવે સમ્માન કેપિટલ લિમિટેડના નામથી ઓળખવામાં આવે છે.

ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ ઉજ્જલ ભૂઇયા અને ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહની ખંડપીઠે આઇએચએફએલનાં અનેક અપરાધો માટે કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય (એમસીએ)ની પણ ટીકા કરી હતી.

ખંડપીઠે વિભિન્ન કેસોમાં સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા અનિયમિતતાઓની તપાસ માટે પોતાના અધિકાર ક્ષેત્રને લઇને અમલમાં મૂકવામાં આવેલા બેવડા ધોરણો બદલ તેની ટીકા કરી હતી.સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે અધિકારીઓને એફઆઇઆર દાખલ કરવા અને આરોપોની તપાસ કરવાથી કોણ રોકી રહ્યું છે.

કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઇ ડાયરેક્ટર દ્વારા સેબી, એસએફઆઇઓ અને ઇડીના અધિકારીઓ સાથે કરવામાં આવનારી બેઠક માટે એમસીએ દ્વારા બંધ કરવામાં આવેલા કેસોથી કોઇ અવરોધ ઉભો થશે નહીં.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે એનજીઓ સિટિઝન્સ વ્હિસલ બ્લોઅર ફોરમના તમામ આરોપોની તપાસ કરવામાં આવશે. જેનું પ્રતિનિધિત્ત્વ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ કરી રહ્યાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here