GUJARAT : ગણતરીના કલાકોમાં મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો: વાપી GIDC માંથી ચોરાયેલી સ્પ્લેન્ડર બાઇક સાથે યુપીનો આરોપી ઝડપાયો

0
31
meetarticle

​વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે વાપી GIDC વિસ્તારમાંથી ચોરી થયેલી એક મોટરસાઇકલ ગણતરીના કલાકોમાં શોધી કાઢીને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.


​ગુપ્ત બાતમીના આધારે, LCB ટીમે વાપી GIDC યુપીએલ ઓવરબ્રિજથી દમણગંગા નદી તરફ જતા સર્વિસ રોડ પરથી આરોપી અભયસિંગ S/O સંતોષસિંગ ચંદેલ (ઉં.વ. ૨૫, મૂળ ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.
​ આરોપીના કબજામાંથી ચોરી થયેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ (રજિ. નં. PB-10-CR-7167) જેની કિંમત રૂ. ૧૨,૦૦૦/- છે, તે કબજે કરવામાં આવી છે.
​ આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું હતું કે ગઈકાલ રાત્રે તેણે વાપી GIDC માં આવેલી તુલસી હોટલ નજીક એક કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલી આ મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરીને ચોરી કરી હતી.
​પકડાયેલો આરોપી અને મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાપી GIDC પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here