થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની ખોડા આંતર રાજ્ય ચેકપોસ્ટ ખાતે પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકીંગ કરી રહેલ હતા દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ મો.સા. નંબર GJ10EE7433 સવાર બે ઈસમોને ઉભા રખાવી બંન્ને ઈસમોની અંગજડતી કરતાં તેમના પાસેથી માદક પદાર્થ મેથા એમ્ફેટામાઈન(એમ.ડી.) જેનું વજન ૯૫ ગ્રામ જેની કિ.રૂ.૯,૫૦,૦૦૦/- તથા મોટર સાઈકલ, મોબાઈલ સહિત કુલ કિ.રૂ.૧૦,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી એન.ડી.પી.એકટ મુજબની થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ગુજરાત સરકારના એન.ડી.પી.એસ લગત “જીરો” ટોલરન્સ નીતી અંતર્ગત કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી

પકડેલ આરોપીઓ
(૧) કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી (જાટ) ઉ.વ.૨૭ હાલ રહે.રેલ્વેસ્ટેશનની બાજુમાં ઘરાનગર જામનગર તા.જી.જામનગર મૂળ રહે.કલવાણી તા.નાગોર જી.નાગોર (રાજ)
(૨) ઓસમાણભાઈ સલીમભાઈ કેર(મુસ્લિમ) ઉ.વ.૨૬ રહે.રેલ્વેસ્ટેશનની બાજુમાં ઘરાનગર, જામનગર તા.જી.જામનગર
REPOTER : રાજેશ જોષી

