હાંસોટ તાલુકાના કુદાદરા ગામમાં મંદિર ફળિયાના વિસ્તારમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ્ડ કોબ્રા (Spectacled Cobra) જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગ્રામજનો દ્વારા તાત્કાલિક જીવદયા પ્રેમી અર્જુન પટેલને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ અર્જુન પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા પગલાં સાથે કોબ્રાને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના કુશળતાપૂર્વક કાબૂમાં લીધો હતો.

સફળ રેસ્ક્યુ બાદ કોબ્રાને તેની પ્રાકૃતિક વસાહત (જંગલ) માં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. અર્જુન પટેલના આ સમયસરના પ્રયાસોને કારણે ગામમાં સંભવિત ખતરો ટળી ગયો હતો.
