GUJARAT : પંચાયતને ૭ દિવસની મહેતલ: નહાર ગામના તળાવના ઠરાવ રદ કરવા મામલે જંબુસર TDOએ ખુલાસો આપવા આદેશ કર્યો

0
47
meetarticle

​જંબુસર તાલુકા પંચાયત કચેરીમાં નહાર ગામના તળાવના ઠરાવ રદ કરવાના વિવાદિત મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) હાર્દિક એમ. રાઠોડની અધ્યક્ષતામાં સુનાવણી યોજાઈ હતી.



TDO રાઠોડે નહાર ગ્રામ પંચાયતને આ અંગે સાત દિવસમાં યોગ્ય ખુલાસો આપવાનો આદેશ કર્યો છે.
​આ સુનાવણીમાં ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
​સુનાવણીના અંતે, TDO રાઠોડે ગ્રામ પંચાયતને આગામી સાત દિવસમાં સામાન્ય સભાનું આયોજન કરી નિયમોનુસાર યોગ્ય જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે. TDO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તપાસ બાદ નિયમોનુસાર પંચાયતને આખરી હુકમ કરવામાં આવશે.
​આ નિર્ણય બાદ નહાર ગામના આ વિવાદમાં ગ્રામ પંચાયત દ્વારા આગામી સપ્તાહમાં શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here