BHARUCH : ઝઘડિયા GIDC માં કેમિકલવાળું પાણી પી જવાથી એક સાથે ૮ ગાયોના મોત, GPCB ની ટીમ તપાસમાં જોડાઈ

0
34
meetarticle

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્લેક રોઝ કંપનીની પાછળના ભાગે જાહેરમાં છોડવામાં આવેલા કેમિકલયુક્ત ઝેરી પાણી પી જવાથી એક સાથે આઠ ગાયોના મોત નિપજ્યા છે.
​પશુપાલક ગંગદાસ ધરજીયાએ આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે અને કેમિકલ છોડવા બદલ કંપની પર આક્ષેપ કર્યો છે.


​બનાવની ગંભીરતા જોતા જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કેમિકલયુક્ત પાણીના નમૂના લીધા છે.


આ સાથે ઝઘડિયા પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
​ કેમિકલવાળુ પાણી જાહેરમાં છોડીને લોકો તથા પશુઓના જીવ જોખમમાં મુકતી કંપનીઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી હોવાની માંગ ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here