GUJARAT : થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી ૨૭ ગ્રામ હેરોઈન મોર્ફીન ડ્રગ્સ કિં.રૂા.૫,૪૦,૦૦૦ સહિત કુલ કિ.રૂ.૬,૪૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને થરાદ પોલીસે દબોચ્યા

0
45
meetarticle

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની ખોડા આંતર રાજ્ય ચેકપોસ્ટ ખાતે ગતરોજ પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકીંગ કરી રહેલ હતા દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ મોટરસાયકલ નંબર GJ08DH8889 સવાર બે ઈસમોને ઉભા રખાવી જડતી તપાસ કરતાં તેમના પાસેથી માદક પદાર્થ હેરોઈન મોર્ફીન ડ્રગ્સ ૨૭ ગ્રામ કિ.રૂા.૫,૪૦,૦૦૦ તથા મોટર સાઈકલ, મોબાઈલ સહિત કુલ કિ.રૂ.૬,૪૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને થરાદ પોલીસે પકડી મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર તમામ વિરુદ્ધમાં એન.ડી.પી.એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી અને ગુજરાત સરકારના એન.ડી.પી.એસ લગત “જીરો” ટોલરન્સ નીતી અંતર્ગત કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડેલ આરોપીઓ
(૧) લીલાભાઈ ઉર્ફે રણજીત જીવરાજભાઈ માજીરાણા(ભીલ) ઉ.વ.૨૪ રહે.થરાદ, ભીલવાસ થરાદ તા.થરાદ
(૨) રાજુભાઈ ચંદુભાઈ માજીરાણા (ભીલ) ઉ.વ.૨૦ રહે.થરાદ, ભીલવાસ તા.થરાદ

વોંટેડ આરોપીઓ
(૧) રાકેશભાઈ (મુદામાલ આપનાર)
(૨) દિનેશભાઈ પથુભાઈ મેઘવાળ મૂળ રહે.કાણોઠી તા.સુઈગામ હાલ રહે. વજેગઢ તા.થરાદ (મુદામાલ મંગાવનાર)

અહેવાલ : રાજેશભાઈ જોષી,થરાદ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here