ઝઘડિયા GIDCમાં આઠ ગાયના રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. પશુપાલકે કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.પશુપાલક ગંગદાસભાઈ ધરજીયા (ભરવાડ) એ ઝઘડિયા GIDC પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, GIDCની કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં નીકળતું પાણી પીવાથી કુલ આઠ ગાયોના મોત થયા હતા.આ ઘટના અંગે ઝઘડિયા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને પણ જાણ કરવામાં આવી હતી, અને GPCB દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા GIDCમાં આવેલી વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવે છે. આ પ્રદૂષિત પાણી વરસાદી કાંસ દ્વારા ખાડીઓ અને નર્મદા નદીમાં ભળીને જળ પ્રદૂષણ ફેલાવે છે, તેમજ ખેતીની જમીનને પણ નુકસાન પહોંચાડે छे.

અગાઉ પણ GIDCમાં 14 જેટલી ગાયોના મોત થયા હોવાના કિસ્સા બન્યા છે.GIDCમાં એકસાથે આઠ ગાયના મોત થવા જેવી ગંભીર ઘટનામાં GIDC એસોસિએશન અને ગૌરક્ષકોએ પણ સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તે માટે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી

