GUJARAT : બસમાંથી દારૂની હેરાફેરી નિષ્ફળ: સુરતના ઇસમ પાસેથી ₹૨૧,૬૦૦ ની કિંમતની ૧૨૦ નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો

0
42
meetarticle

​પાલેજ પોલીસની ટીમને અંગત બાતમીના આધારે વરેડિયા ગામના પાટિયા પાસે વોચ ગોઠવતાં મોટી સફળતા મળી છે. મુંબઈથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસમાંથી ઊતરેલા એક ઇસમને પોલીસે હાથમાં રહેલા બે પાર્સલ સાથે રોકીને ચેક કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.


​પોલીસે આરોપી પાસેથી દારૂ અને બિયરના ટીન મળી કુલ ૧૨૦ નંગ જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. ૨૧,૬૦૦/- થાય છે. મોબાઇલ અને અંગ જડતીની રોકડ સહિત પોલીસે કુલ રૂ. ૨૨,૬૨૦/- નો મુદ્દામાલ કબજે લીધો છે.
​પકડાયેલ આરોપીનું નામ ઇન્દરસિંહ દેવસિંહ રાજપુત (રહે. પુણાગામ, સુરત સિટી) છે. આ ગુનામાં વાપીનો રહેવાસી પપ્પુસિંગ બાબુસિંગ સદાણા વોન્ટેડ જાહેર કરાયો છે. પાલેજ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here