GUJARAT : SMC એ મહેસાણા અને પાલનપુરમાં NDPS એક્ટ હેઠળ દરોડા પાડી ₹૨૨.૨૩ લાખના ડ્રગ્સ સાથે ૭ રાજસ્થાની આરોપીઓને પકડ્યા

0
40
meetarticle

સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે મહેસાણા અને પાલનપુર ખાતે બે અલગ અલગ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટ પર મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં કુલ ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. ૨૨.૨૩ લાખથી વધુનું ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે.


​મહેસાણા ખાતેના પ્રથમ દરોડામાં, માલગોદામ રોડ પરથી રાજસ્થાનના જાલોર જિલ્લાના ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી મેથાએમ્ફેટામાઈન (Meth) ડ્રગ્સનો ૧૦૮.૬૬૦ ગ્રામ જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. ૧૦,૮૬,૬૦૦/- થાય છે.
આ ગુનામાં કુલ રૂ. ૧૧,૧૮,૧૩૦/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે. બીજા એક ઓપરેશનમાં, પાલનપુરના ચિત્રાસણી ગામ નજીક તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી SMC ની ટીમે રાજસ્થાનના સિરોહી જિલ્લાના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૧૧૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૩,૩૦,૦૦૦/- છે, અને કુલ રૂ. ૧૧,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરાયો છે.
​બંને ગુનાઓમાં ડ્રગ્સનો જથ્થો મોકલનાર રાજસ્થાનના કુલ ત્રણ મુખ્ય સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરાયા છે. SMC દ્વારા ચાલુ વર્ષ-૨૦૨૫ માં NDPS એક્ટ હેઠળ કુલ ૩૫ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. ૬.૫૪ કરોડ ઉપરાંતનું ગેરકાયદેસર ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૭.૮૨ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ૧૧૦ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. SMC પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here