BHARUCH : ઢાઢર બ્રિજનું લોડ ટેસ્ટિંગ શરુ: ૪૨ વર્ષ જૂના બ્રિજની મજબૂતાઈ ચકાસવા ૨૪ કલાક ૬૦ ટન વજન મૂકાશે, ૩ દિવસ વાહનવ્યવહાર બંધ

0
49
meetarticle

​ભરૂચના આમોદ પાસે આવેલો ઢાઢર નદીનો ૪૨ વર્ષ જૂનો બ્રિજ ત્રણ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની તપાસના ભાગરૂપે આ બ્રિજની મજબૂતાઈ અને ભારવહન ક્ષમતા ચકાસવા માટે ૬૦ ટન વજન મૂકીને લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે.


​ ​૧૯૮૩માં નિર્મિત આ બ્રિજ હાલમાં ભારે વાહનો માટે જોખમી જાહેર કરાયો છે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
​લોડ ટેસ્ટ દરમિયાન બ્રિજના સ્પાન પર ૨૪ કલાક સુધી ૬૦ ટન વજન ભરેલી ટ્રકોને ઊભી રાખવામાં આવશે.
​ઈજનેર જૈમિન શાહના જણાવ્યા મુજબ, વજન મૂક્યા પછી અને વજન હટાવ્યા પછી ગડરમાં આવતા વિચલન (Deflection)ના આંકડા નોંધવામાં આવશે. આ ડેટાનું વિશ્લેષણ કરીને બ્રિજ પરથી કેટલા વજનના વાહનો પસાર થઈ શકે તે નક્કી કરાશે.
​વહીવટીતંત્રએ જાહેરનામું બહાર પાડી વાહનો માટે લાંબા ડાયવર્ઝન જાહેર કર્યા છે જેમાં, ​જંબુસરથી ભરૂચ તરફના ભારે વાહનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પાદરા ટોલનાકા થઈ ભરૂચ જઈ શકશે
અને ​ભરૂચથી જંબુસર તરફના વાહનો આમોદ શર્મા હોટલ ત્રણ રસ્તા, સરભાણ ગામ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે થઈ પાદરા પહોંચી ત્યાંથી જંબુસર જવાનો માર્ગ સૂચવાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here