નર્મદા જિલ્લાના નવનિર્મિત ચિકદા તાલુકામાં સોલાર પેનલ બેસાડવા માટે ખોડવામાં આવેલાં 10 ફૂટના ખાડામાં એક શ્રમિકની 3 વર્ષીય બાળકી પડી ગઇ હતી. 3 ક્લાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન કરીને ખાડાની બાજુમાં ખોદકામ કરી બાળકીને હેમખેમ રીતે બચાવી લેવામાં આવી હતી.

૩ ક્લાક સુધીબાળકી ખાડામાં ફસાયેલી રહી હતી.પણ તેને ઉઝરડો સુધ્ધાપડયો ન હતો. ચિકદા ગામની સર્વે નંબર – 258ની જમીનમાં ભરત મેરૂલિયા સોલાર પેનલ બેસાડી રહયાં છે. આ કામગીરી માટે મધ્યપ્રદેશના ઝાંબુઆ જિલ્લાના ચાંદપુર ગામેથી દિપક ચૌહાણ તેમના પરિવાર સાથે મજૂરીકામ માટે આવ્યાં છે. સોલાર પેનલ લગાડવા માટે 10
ફૂટ ઉંડાઇના ખાડાઓ ખોદવામાં આવી રહયાં છે. શ્રમજીવીની ૩ વર્ષીય દીકરી રમતી વખતે નજીમાં ખોદવામાં આવેલાં 10 ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ હતી. શુક્રવારે
સવારના 11 વાગ્યાના અરસામાં ઘટના બની હતી. શ્રમજીવી પરીવારે ગામમાં જાણ કરતાં ગામલોકો એકત્ર થઈ ગયાં હતાં. સાંકડા ખાડામાંથી બાળકીને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જેસીબીથી ખાડાની બાજુમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. ૩ ક્લાની જહેમત બાદ ૩ વર્ષીય બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. 3 ક્લાક સુધી ખાડામાં ફસાયેલી રહી હોવા છતાં બાળકીને ઉઝરડો સુધ્ધો પડયો ન હતો. બનાવની જાણ થતાં પોલીસ સહિતનું તંત્ર પણ સ્થળ પર આવી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે ખાડાઓની આસપાસ કોઇ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહતી ચિકદા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પ્રથમ 10 ફૂટનો ખાડો ખોડી અંદર સિમેન્ટ – કોંક્રિટ સાથે પાઇપો લગાડવામાં આવી રહી છે. આ ખાડાઓમાં માત્ર પાઇપ જ જઇ શકે તેટલા સાંકડા રાખવામાં આવે છે. શુક્રવારના સવારના
સમયે એકદમ સાંકડા ખાડામાં 3 વર્ષની બાળકી પડી ગઇ હતી. ખાડાની આસપાસ કોઇ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આ ઘટના બની હતી.

દેશ તથા રાજયમાં અગાઉ બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બની છે પણ સોલાર પેનલ માટે નાખવામાં આવેલાં ખાડામાં બાળકી પડી હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
REPOTER :દીપક જગતાપ,રાજપીપલા

