PANCHMAHAL : શહેરા તાલુકાના બામરોલી ગામના ગ્રામજનોનુ તંત્રને આવેદનપત્ર , 1662 પહેલાની ખેતી હેઠળ રહેલી જંગલની જમીન કાયદેસર રીતે એલોટમેન્ટ કરી આપવા રજુઆત

0
30
meetarticle

પંચમહાલ જીલ્લા શહેરા તાલુકાના બામરોલી ગામ સહિતના રહીશોએ વર્ષ 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી જંગલ જમીન કાયદેસર રીતે રેગ્યુલરાઇઝ – એલોટમેન્ટ કરી આપવા માટે સ્થાનિક વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વહીવટી તંત્રને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે શહેરા તાલુકાના બામરોલી ગામના અરજદારો અમને અરજ કરીએ છે. કે બામરોલીની હદમાં આવેલ જંગલ જમીન વર્ષ 1962 પહેલાંથી ખેતી ચાલી રહી છે.

પાકા મકાન પણ બનાવેલા છે. ખેતીલાયક જમીન જંગલ સાફ કરીને બનાવામા આવી હતી. તે સમયે ફોરેસ્ટ વિભાગ તરફથી દંડ ફટકારવામાં આવ્યો હતો, જેનો નોટિસ તથા પાવતી આજદિન સુધી અમારી પાસે ઉપલબ્ધ છે.આ જમીન પર વર્ષોથી અમારા મકાનો આવેલ છે, અને અમે આ મકાનો પર ઘરવેરો પણ નિયમિત રીતે ભરીએ છીએ..આ જંગલ જમીન પર ચાર પેઢીથી સતત કબજામાં રહીને ખેતી કરી રહ્યા છીએ. આજદિન સુધી જમીન પર અમારો વાસ્તવિક કબજો છે અને અવારનવાર આ જમીન સંબંધી નોટિસો પણ અમને મળે છે, જેના પરથી પણ એ સ્પષ્ટ થાય છે કે વિભાગોને અમારો કબજો અને ખેતીની જાણ છે.બાદમાં સરકારેએ કડાણા ડેમ યોજના હેઠળ અસરગ્રસ્ત લોકો માટે નકશો તૈયાર કર્યો હતો, જેમાં અમારી કબ્જાવાળી જમીનનો સમાવેશ અમારી જાણ વિના કરવામાં આવ્યો હતો.આ બાબતની જાણ થતાં તેમણે વર્ષ 1977 દરમિયાન મુખ્યમંત્રી, કડાણા ડેમના કાર્યપાલક ઇજનેર તથા કલેક્ટરને લેખિત વાંધાની અરજી કરી હતી. તે સમયે ધારાસભ્યશ્રી દ્વારા પણ અમારી જમીન અંગે અનુકૂળ ભલામણ કરવામાં આવી હતી, જેમાં આ જમીન અમારા કુટુંબને આપવાની યોગ્યતા દર્શાવવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી અમને કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી. સેટેલાઈટ મેપ – ગૂગલ અર્થ નકશો પરથી પણ સ્પષ્ટપણે જોવામાં આવે છે કે આ જમીન પર વર્ષોથી પાકા મકાનો, વાડ, વૃક્ષો અને ખેતી દેખાય છે. આથી સ્પષ્ટ થાય છે કે અમારો કબજો ઘણાં વર્ષોથી સતત ચાલુ છે અને જમીન બિનઉપયોગી નથી રહી. વિનમ્ર વિનંતી છે કે વર્ષ 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી અને હાલ વસવાટ હેઠળ રહેલી આ જમીનને અમારી વાસ્તવિક કબ્જાની સ્થિતિ, કાગળદસ્તાવેજો તથા ધારાસભ્યને ભલામણને ધ્યાને લઇ કાયદેસર રીતે રેગ્યુલરાઇઝ / એલોટમેન્ટ કરીને અમારી નામે નોંધણી કરવાની કાર્યવાહી કરવા માટે અનુકૂળ હુકમ કરશો.હાલ અમારી જમીન ન ને લગતી બધી લીગલ કાર્યવાહી નામદાર કોર્ટ માં ચાલતી હોવા થી જ્યાં સુધી જે તે નિર્ણય ના આવી જાય ત્યાં સુધી જે સ્થિતિ છે તેને યથાવત રાખવા વિનંતી છે તેમ આવેદનપત્રમા જણાવ્યુ હતુ . આવેદનપત્ર આપવામા માટે મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here