નર્મદાના નવા વારાયેલા મહિલા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબગરે ચાર્જ સાંભળ્યા પછી ટૂંકા ગાળામાં નર્મદા પોલીસ ની બદલીઓ કરી ધરખમ ફેરફાર કર્યા છે. ખાસ કરીને ડેડીયાપાડા રાજકીય એપી સેન્ટર બન્યું છે અને આગામી દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે. બીજી તરફ એકતા નગર વિશ્વ પ્રવાસીઓનું ડેસ્ટિનેશન બન્યું છે ત્યારે ત્યાંપ્રવાસીઓની સુરકક્ષા ને ધ્યાને લઈ SP એ6 PI અને 8 PSI સહિત કુલ 35 અધિકારી કર્મચારીઓની સાગમટે આંતરિક બદલી કરી નાખતા પોલીસ બેડામાં ખળ ભળાટ મચી ગયો છે.

દેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નાના મોટા કાર્યક્રમો થતા હોયછે. ત્યારે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.આઈ પીજે પંડ્યાની બદલી soU સત્તા મંડળમાં લીવ રેઝવ એટેચમાં કરાઇ છે. જ્યારે એસઓજીના પી. આઈ.વાય એસ શીરસાઠને દેડિયાપાડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે.
જિલ્લાનું એક માત્ર શહેર અને નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા શહેરના ટાઉન પીઆઇ તરીકે મહિલા પોલીસ અધિકારી મુકાયા છે.
રાજપીપળા ટાઉન પીઆઇ વીકે ગઢવીની બદલી IUCAW યુનિટ નર્મદામાં કરાઇ છે. અને તેમની જગ્યાએ તિલકવાડાના મહિલા પી આઈ એસ.કે ગામીતને રાજપીપળા ટાઉનની જવાબદારી સોંપાઇ છે.
ઉપરાંત આમલેથા પોલીસ સ્ટેશનના પી.આઈ કે એ વાળાને ડેમ સુરક્ષા એકતા નગરમાં મૂકાયા
છે.
જ્યારે નર્મદા IUCAW ના પીઆઈ એ પી સોલંકીની બદલી તિલકવાડા પોલીસ સ્ટેશનનો ચાર્જ મળ્યો છે.
તેમજ SOU સત્તા મંડળના મહિલા પીઆઈ એન આર ગોહિલની બદલી આમલેથા પોલીસ સ્ટેશનમાં કરાઇ છે.
ઉપરાંત પી એસ આઈ જે બદલી વાત કરીએ તો એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જી એમ લટાને
સાગબારા પોલીસ સ્ટેશન બદલી કરાવી છે. સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ પીએસઆઇ સી
ડી પટેલને એસ.ઓ.જીમાં બદલી કરાઇ છે. જ્યારે વજેરીયા આઉટ પોસ્ટના પી.એસ.આઇ એસ.એસ
મિશ્રા ટ્રાફ્ટિ શાખામાં ફરી મૂકાયા છે. જ્યારે જિલ્લા ટ્રાફ્ટિ શાખાના પી.એસ.આઇ એ જી ખોથ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે.
ઉપરાંત સાગબારાના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ચૌધરીને દેડિયાપાડા બદલી કરાઇ છે.જ્યારે લિવ ડિઝાઇનના પીએસ. આઇ એમ આર વાળાને એલસીબીમાં મૂકાયા છે. જ્યારે એલસીબીના પી.એસ.આઇ બીઆર રાઠોડની બદલી એકતા નગર પોલીસ સ્ટેશનમાં કરાઇ છે. એકતા નગર પોલીસ સ્ટેશનમાં રજ બજાવતા પી એસ આઈ
એચબી રાઠવાને સાગબારા પોલીસ સ્ટેશન બદલી કરાય છે. જ્યારે કાકરાપાર આઉટ પોસ્ટના એમ એસ ગઢવીની બદલી રાજપીપળા પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા ૨૧ જેટલા અન્ય
પોલીસ કર્મચારીઓ જેવા કે, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
(ASI), હેડ કોન્સ્ટેબલ (HC), અને બિન-હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (PC), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
(APC) ને પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
—————————————–=
રાજપીપલા માં મહિલા પોલીસ નું રાજ
Sp, ટાઉન પોલીસ મથક અને મહિલા પોલીસ મથકમાં મહિલા PI
રાજપીપલા:
નર્મદા ના વડા મથક રાજપીપલા ખાતે ઘણા વખત પછી પોલીસ મથકોમાં મહિલા ઓનું રાજ આવ્યું છે. જિલ્લા પોલીસ વડા તરીકે વિશાખા ડબગરે ચાર્જ સંભાળ્યો છે ત્યારે પોલીસ વડાએ હમણાં જિલ્લા માં આંતરિક બદલીઓ કરીછે તેમાં ઘણા લાંબા સમય પછી રાજપીપલા ટાઉન ખાતે પોલીસ મથકે PI તરીકે મહિલા પીઆઇ તિલકવાડાના મહિલા પી
આઈ એસ.કે ગામીતને રાજપીપળા ટાઉનની જવાબદારી સોંપાઇ છે
જયારે મહિલા પોલીસ મથકમાં મહિલા પીઆઇ ચૌધરી છે આમ રાજપીપલા પોલીસ વિભાગ માં મહિલા ઓનું રાજ આવ્યું છે

