GUJARAT : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યને ગતિ: સિદ્ધપુરમાં ચાલી રહી છે SIR પ્રક્રિયા

0
67
meetarticle

ગુજરાત રાજ્યમાં મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ, સચોટ અને અપ-ટુ-ડેટ રાખવા માટે ચાલી રહેલી સતત અપડેટેશન પ્રક્રિયા (SIR) અંતર્ગત સિદ્ધપુર વિસ્તારમાં પણ કામગીરી ઝપાટાભેર ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન, નાગરિકોની સુવિધા માટે બુથ લેવલ ઑફિસર (BLO) આજે સીધા બુથ પર હાજર રહીને મતદારોને ફોર્મ ભરવામાં સહાય કરી રહ્યા છે.
આ મહત્વપૂર્ણ કામગીરીના માર્ગદર્શન અને નિરીક્ષણ માટે, સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત તેમના કાર્યકર્તાઓ સાથે સિદ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે બુથ નંબર ૨૧૦, ૨૧૧,૨૧૨ અને ૨૧૪ની મુલાકાત લઈને કાર્યસ્થિતિનું નિરીક્ષણ કર્યું.


ધારાસભ્ય શ્રી રાજપૂતે બુથ પર દાયિત્વ નિભાવી રહેલા આશાબેન દેસાઈ, અલ્પેશભાઈ મોદી ,શ્વેતાબેન મોઢ, હેતલબેન મોઢ વિગેરે BLO અધિકારીઓને મતદાર યાદી સુધારણા કાર્યને અસરકારક રીતે અમલમાં મૂકવા બાબતે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું. તેમણે ફોર્મ ભરવા માટે આવેલા નાગરિકો સાથે પણ ચર્ચા કરી અને તેમને આ પ્રક્રિયામાં સહભાગી થવા બદલ પ્રોત્સાહિત કર્યા. સાથોસાથ, મતદાર યાદીમાં નામની ચકાસણી, સુધારા અને નવી નોંધણી માટેની પ્રક્રિયા વિશે નાગરિકોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજપૂતે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને દરેક મતદારના નામની યોગ્ય નોંધણી સુનિશ્ચિત કરવી એ મુખ્ય ધ્યેય છે. તેમણે સિદ્ધપુરના દરેક મતદારથી અપીલ કરી કે તેઓ પણ આ મતદાર યાદી સુધારણા કાર્યમાં સહભાગી બને અને તેમનું મતદાર નામ યોગ્ય રીતે દર્જ થયેલું છે તેની ખાતરી કરે.
આ સમગ્ર પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને અપ-ટુ-ડેટ રાખવામાં મદદ મળશે અને લોકશાહીના આ મહત્વપૂર્ણ પાઠમાં સૌની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થશે. આ પ્રસંગે વોર્ડ નંબર ૭ ના કાર્યકરો ભરતભાઈ મોદી, જે ડી પટેલ, પ્રમોદભાઈ પટેલ, અજયભાઈ દવે, સ્નેહાબેન પટેલ, ઉપરાંત વિષ્ણુભાઈ પટેલ, કૌશલભાઈ જોશી, અશોકભાઈ પટેલ, જયેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here