ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની પ્રેરણા હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ–૨૦૨૫ અંતર્ગત પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે મહાનગરપાલિકા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં કુલ છ કેટેગરીઓ — અંડર–૧૪, અંડર–૧૭, અંડર–૧૯, ઓપન એજ, એબવ–૪૦ તથા એબવ–૬૦ — અંતર્ગત રમતો યોજાઈ હતી. ટૂર્નામેન્ટમાં કુલ ૬૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ૩૬ પુરૂષ ખેલાડી તેમજ ૨૬ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ ટેબલ ટેનિસ સ્પર્ધાએ શહેરના ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો આત્મવિશ્વાસ, ઉત્સાહ અને પ્રતિસ્પર્ધાની ભાવના વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિવિધ વય જૂથના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા અને ટેક્નીકલ કુશળતા દ્વારા પ્રદર્શન કર્યું હતું.
ખેલ મહાકુંભના આ કાર્યક્રમ દ્વારા પોરબંદર શહેરમાં ટેબલ ટેનિસ રમત પ્રત્યેની આવડત તથા રસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

