AHMEDABAD : પાલડીમાં ઝેરીલો સાપ ‘રસલ વાઈપર’ દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત

0
49
meetarticle

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં સોમવારે (24 નવેમ્બર) વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતના સૌથી ઝેરી સાપો પૈકીના એક એવો ‘રસલ વાઇપર’ (Russell’s Viper) સાપ સોસાયટીના કોમન પ્લોટમાં આવી ચઢ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.

3 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ

મળતી માહિતી મુજબ, સોમવારે (24 નવેમ્બર) અમદાવાદના પાલડીની ચંદ્રનગર સોસાયટીમાં વહેલી સવારે ઝેરી સાપ આવી ચઢ્યો હતો. આ સાપ દુનિયાના સૌથી ઝેરી સાપમાંથી એક ‘રસલ વાઇપર’ હતો. સોસાયટીના રહીશોને આ વિશે જાણ થતા તેમણે તાત્કાલિક ધોરણે એનિમલ લાઇફ કેર સંસ્થાના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીને આ વિશે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ તેઓ તુરંત સાપનું રેસક્યુ કરવા માટે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ગણતરીના સમયમાં સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.

 રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત

આશરે 3 ફૂટ લાંબા આ ઝેરી સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કોઈપણ જાનહાનિ વગર સાપને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોસાયટીના લોકો તેમજ આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 શું છે આ સાપની વિશેષતા? 

લક્ષણ: આ સાપ સ્પ્રિંગની જેમ ઉછળીને કરડવાની ક્ષમતા ધરાવે છે અને તે કૂકરની સિટી જેવો અવાજ કરે છે, જેને જોતા જ માણસના હૃદયના ધબકારા વધી જાય છે.

ઝેરનો પ્રકાર: રસલ વાઇપર ભારતના સૌથી ઝેરી સાપોમાં ગણાય છે. તેમાં હીમોટોક્સિન (Hemotoxin) નામનું ઝેર હોય છે.

જોખમ: રેસ્ક્યુ કરનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સાપ ડંખ મારે તો શરીરમાં લોહી ગંઠાઈ જવાની ઘટના બનતી હોય છે અને સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here