GANDHINAGAR : મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ

0
40
meetarticle

ગાંધીનગર શહેરના સેક્ટર ૭ બીમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ શોપિંગમાં દવા લેવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ઘરમાંથી ૩૧.૨૨ લાખ રૃપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. જે ગુનામાં ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા ભેદ ઉકેલીને નોકર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી દાગીના અને રોકડ મળીને ૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેરના સેક્ટર ૭-બીમાં પ્લોટ નંબર ૭૨૦-૧માં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા રમણલાલ ભીખાભાઈ ઠક્કર ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ સવારે તે બેંકમાંથી એક લાખ રૃપિયા ઉપાડીને ઘરે આવ્યા હતા અને ઘરના ફનચરના લોકરમાં મૂક્યા હતા ત્યારબાદ ૯થ૦૦ વાગે તેઓ દવા અને નાસ્તો લેવા માટે સેક્ટર ૭ના શોપિંગમાં ગયા હતા અને ઉતાવળમાં તેઓ લોકરને લોક કરવાનું ભૂલી ગયા હતા અને ચાવી લોકરમાં જ લગાવેલી હતી. આ દરમિયાન તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે લોકરમાં તપાસ કરતા અંદરથી સોનાની લગડીઓ, ચાંદીના સિક્કા અને રોકડ રકમ મળીને ૩૧.૨૨ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ ગઈ હતી. ત્યારે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને એસ.પી. રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. પી પરમાર દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પીએસઆઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ દ્વારા બાતમીના પગલે ઘરમાં કામ કરતી મહિલા અલ્પાબેન રાજેશભાઈ દત્તની અટકાય કરી હતી અને પૂછપરછ કરતા તેણે ઘરે મકાન માલિક હાજર ન હતા તે દરમિયાન મકાનમાંથી આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી તેના ઘરમાં તપાસ કરવામાં આવતા સોનાના દાગીના અને રોકડ રકમ મળી આવી હતી. કુલ ૩૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેણીની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here