BHAVNVAGAR : કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી

0
49
meetarticle

જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફલો થયા બાદ પણ સિંચાઈ વિભાગ દ્વારા ઓકટો.ના બદલે હાલ નવેમ્બર પૂર્ણ થવા આવ્યો હોવા છાતં સિંચાઈ સલાહકાર વિભાગની બેઠક બોલાવી નતી અને પાણી અપાયું નથી ઉપરાંત ૧૯૯૪માં કેનાલ માટે સંપાદન કચેરી જમીન પર આજસુધી પાણી નતી પહોંચ્યું કે નથી જમીન પરત કરાઈ ત્યારે ખેડુત કલ્યાણ સંઘ દ્વારા બન્ને બાબતે ઉગ્ર રજુઆત થવા પામી છે.

વર્ષોથી શેત્રુંજી સિંચાઈ વિભાગની સલાહકાર સમિતિની બેઠક ૧૦મા મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે છે અને ખેડુતોને સિંચાઈનું પાણી અપાવાનો ઠરાવ થાય છે પણ આ વર્ષે ૧૧મો મહિનો પુરો થવા આવ્યો છતાં આઠ મહિનાથી શેત્રુંજી વિભાગ આળસ ઉડાડતું નતી તેથી આઠ દિવસમાં શેત્રુંજી સિંચાઈ વિભાગ સલાહકાર સમિતિની બેઠક બોલાવે તેવી માંગ સાથે આ વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફલો છે તેથી એક મહિનો વહેલું પાણી છોડાય તો ખેડુતો શીયાળુ ઉનાળુ પાકો કરી શકે તેમજ જણા અને ડાબા કાંઠે અડધાને ગોળ અને અડધાને ખોળનો જુનો રીવાજ છે તે સદંતર બંધકરવા માંગ ઉઠી છે. આ સાથે રેતી, માફીયાઓ રેતી ધોવા બેફામ પાણી ચોરી કરે છે તે બંધ કરાવી જરૂરી બની છે. આ ઉપરાંત ડાબા કાંઠે અવાણીયા સુધી પાણીપહોચતું નથી તેમજ બન્ને કાંઠાની કેનાલ પર અનેક દરવાજા, બારીઓ બાબા આદમ વખતના છે તે નવાં નાખી, કેનાલનું સફાઈ કામક રાવો, કેનાલો રીપેરીંગ કરાવી રહી જમણા કાંઠાની છેવાડે કેનાલ બનાવવા ૧૯૯૪ તરેડી, વાલાવાવ, સથરા, ભાદ્રોડ અને વડલી ગામેના દોઢસો જેટલા ખેડુતોની હજારો વીઘા જમીન સંપાદન કરી તેમાં કેનાલ બનાવી પણ આજે ૩૧ વર્ષથી તે કેનાલમાં શેત્રુંજી સિંચાઈ વિભાગે એક ટીપું પાણી નથી પહોંચાડયું તેમજ તરેડી ગામનાં ૨૧થી વધારે ખેડુતોએ વળતર લીધેલ નથી તેથી શેત્રુંજી સિંચાઈ વિભાગ પાણી પહોંચાડે અથવા જમીન ખેડુતોનેપ રત આપે તેવી લેખીત મૌખીક રજુઆતો સાથે વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગટન મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here