એર્ટા એલી નામનો આ જ્વાળામુખીઆફ્રિકાનો સૌથી ખતરનાક જ્વાળામુખી ગણાય છે.
ઇથોપિયાના ઉત્તર-પૂર્વમાં, ડેનેકિલ ડિપ્રેશનમાં આવેલો છે.આ વિસ્તાર પૃથ્વી પરનું સૌથી ગરમ અને નીચું સ્થળ છે જે -૧૨૦ મીટર સમુદ્ર સપાટીથી નીચે આવેલું છે.
એર્ટા એલી નામનો અર્થ થાય છે સ્થાનિક અફાર ભાષામાં “ધૂમ્રપાન કરતો પર્વત”.એર્ટા એલીની ખાસિયતો વિશિષ્ટ છે.જે દુનિયામાં બીજે ક્યાંય નથી.
એક તો તે વિશ્વનો સૌથી જૂનો અને સતત સક્રિય લાવા તળાવ છે.
૧૯૦૬થી આજદિન સુધી લગભગ સતત તેના ક્રેટરમાં પ્રવાહી લાવાનું તળાવ રહે છે. હાલમાં બે લાવા તળાવ છેએક દક્ષિણ ક્રેટરમાં મોટું (ક્યારેક ૧૦૦ મીટર લાંબું) અને બીજું ઉત્તર ક્રેટરમાં નાનું તળાવ આવેલું છે.આવું સતત લાવા લેક દુનિયામાં માત્ર ૫-૬ જ જ્વાળામુખીઓમાં જ જોવા મળે છે. ખાસ કરીને આવા તળાવો હવાઈનો કિલાઉઆ, કોંગોનો ન્યિરાગોંગો, અન્ટાર્ક્ટિકાનો માઉન્ટ એરેબસ માં આવેલા છે.એનો આકાર ઢાલ જ્વાળામુખી જેવો છે.એની ઊંચાઈ માત્ર ૬૧૩ મીટર છે પણ પહોળાઈ ૫૦ કિમી જેટલી છે.
આ જ્વાળા મુખીનું તાપમાન ખૂબ ઊંચું છે.લાવા લેકનું સપાટીનું તાપમાન ૧૦૦૦–૧૨૦૦°C હોય છે. રાત્રે ઊભા રહીને જોઈએ તો લાલ-નારંગી રંગનું ઉકળતું સમુદ્ર દેખાય છે એવો અદ્ભુત નજારો જોવા મળે છે.
તાજેતરની છેલ્લી આઠ વર્ષની ઘટનાઓ જોઈએ તો
જાન્યુઆરી ૨૦૧૭ માં ખૂબ મોટો જ્વાળા મુખી ફાટ્યો હતો.લાવા નીચેના ડેનેકિલના ગામ તરફ વહેવા લાગ્યો હતો. જેમાં સેંકડો ઊંટ અને પશુઓ મરી ગયાં હતા.
જયારે ૨૦૨૦–૨૦૨૨માં ઉત્તર ક્રેટરમાં નવું લાવા તળાવ બન્યુંહતું જે પછી ઓવરફ્લો થયું હતું.
તો ગયા વર્ષે ૨૦૨૪–૨૦૨૫માં હાલમાં પણ બંને ક્રેટરમાં લાવા લેક સક્રિય છે, પણ શાંત રીતે ઉકળે છે. કોઈ મોટો ધોડાપૂર નથી થયો જેથી ભારત સુધી રાખ પહોંચે.આ વિસ્તારમાં ગરમી ૫૦°C સુધી. પહોંચે છે.ભેજ ઓછો હોય છે પાણી હોતું નથી.અહીં આતંકવાદીનો ડર રહે છે.૨૦૧૨માં યુરોપિયન પ્રવાસીઓ પર હુમલો થયો હતો, જેમાં ૫ લોકો માર્યા ગયા હતા. જોકે હવે પ્રવાસ માટે આર્મ્ડ ગાર્ડ અને સૈનિકો સાથે જ જવું પડે છે.
આ જ્વાળામુખીની મજેદાર હકીકતો પણ જાણવા જેવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે
એર્ટા એલીને “પૃથ્વી પરનું નરકનું દ્વાર” કહેવામાં આવે છે.બીજુ નાસા ના અવકાશયાત્રીઓ તાલીમ માટે અહીં આવે છે કારણ કે આ વિસ્તાર મંગળ ગ્રહ જેવો લાગે છે.
અહીં રાત્રે લાવા લેકની ચમકથી આખો પર્વત લાલ દેખાય છે. એટલે દુનિયાના સૌથી અદ્ભુત નજારાઓમાંનો એક દ્રશ્ય અહીં જોવા મળે છે.
જો તમે ક્યારેય જીવનમાં એક વાર “જીવંત લાવાનું સમુદ્ર” જોવા માંગતા હો, તો એર્ટા એલી એ સૌથી સારી જગ્યા છે… પણ ખૂબ જ જોખમી અને મુશ્કેલ પ્રવાસ છે!છતા સાહસ વીરો ત્યાં ઘણા જાય છે.


