GUJARAT : વાપી GIDCની ચોરીમાં વોન્ટેડ મધ્યપ્રદેશના આરોપીને LCB એ ઉમરગામ નજીકથી ઝડપ્યો

0
37
meetarticle

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે છેલ્લા સાત વર્ષથી વાપી GIDC પોલીસ સ્ટેશનની બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં નાસતા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી મધ્યપ્રદેશની રાત્રી ઘરફોડ કરતી ગેંગ સાથે સંકળાયેલો છે.


​ ​વલસાડ LCBને મળેલી સંયુક્ત બાતમીના આધારે, આરોપી કાલુ ગીરવર સોલંકી (ઉ.વ. ૩૪) ને ઉમરગામ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.
​ આરોપી વાપી GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ IPC કલમ હેઠળની બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો.
આરોપી હાલ દમણ ડી-માર્ટ પાસે સોમનાથ વિસ્તારમાં ઝૂંપડામાં રહેતો હતો અને તેનું મૂળ વતન મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાનું છે.
​વલસાડ LCB એ પકડાયેલા આરોપી કાલુ સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે વાપી GIDC પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here