સાબરકાંઠા જીલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સોમવારના રોજ ખેડબ્રહ્મા અને વડાલી બાદ યાત્રા ઈડર ખાતે આવી પહોંચી હતી જ્યાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ જન આક્રોશ યાત્રા સોમવારના દિવસે બનાસકાંઠા જીલ્લામાંથી સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવી પહોંચી હતી જે બાદ વડાલી અને ત્યારબાદ ઈડર શહેર ખાતે આ યાત્રા આવી પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ કર્યું હતુ અને સર પ્રતાપ હાઈસ્કુલ ના મેદાનમાં એક સભા યોજાઈ હતી

આ યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નંદુ પટેલ,ઈડર શહેર પ્રમુખ જીતુ પંચાલ અને એકતાબેન પટેલ, રાજેન્દ્રસિંહ કુંપાવત, મુકેશ પરમાર,વિમલસિંહ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડયા હતા અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વિવિધ મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી હતી.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

