GUJARAT : ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થધામમાં બસ સ્ટેન્ડ ન હોવાથી યાત્રિકો પરેશાન..

0
25
meetarticle

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થધામ વિશે વર્ષોથી વિકાસની વાતો થાય છે,યાત્રાધામને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવાનું વચન આપવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા આજે પણ એટલી જ ઉભું કરવામાં આવ્યો નથી,ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રજા સવાલ ઉઠાવે છે. પ્રાચી તીર્થ એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી પણ અહીં આવેલ મધવરાય ભગવાનનું મંદિર, પ્રાચીન મોક્ષપીપળો અને પિતૃકર્મ માટે દૂર–દૂરથી આવતા યાત્રિકોની અતૂટ શ્રદ્ધાનું અનોખું ધામ છે.અહીં દેશ–વિદેશમાંથી યાત્રિકો આવતા હોય છે,કોઇ સામાન્ય શ્રદ્ધાળુ, કોઇ મોટા ઉદ્યોગપતિ, કોઇ વૃદ્ધ, કોઇ બીમાર, કોઇ પરિવાર સાથે અને કોઇ જીવનની મોટા પડકારોમાંથી રાહત માટે, જોકે સામાન્ય લોકો માટે યોગ્ય બસ સ્ટેન્ડનો અભાવ પીડાદાયક બની રહે છે,આ કારણે જ અનેક યાત્રિકોને અહીં તહીં રઝળવું પડે છે, કલાકો સુધી રાહ જોવી પડે છે, છાંયો, પાણી, બેઠકો અને માર્ગદર્શન જેવી સામાન્ય સુવિધા પણ મળતી નથી અને ઘણા યાત્રિકો તો રોડ પર જ ઊભા રહી સંજોગો મુજબ વાહનો અટકાવી તકલીફ સહન કરીને પોતાનો પ્રવાસ ભોગવે છે. આ પરિસ્થિતિ એ ત્યારે વધુ પ્રશ્નો ઉઠાવે છે જ્યારે રાજ્યમાં યાત્રાધામોના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાત થાય છે, માર્ગો સુંદર બનાવવાની વાત થાય છે, આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ રજૂ થાય છે તેવામાં પ્રાચી તીર્થધામ જેવા પ્રાચીન અને લોકપ્રિય જગ્યા માટે એસટી બસ સ્ટેન્ડ જેવી પ્રાથમિક સુવિધા આજે સુધી પ્રમાણ સાથે ઉપલબ્ધ ન થઈ શકે તેવું કેમ? શું યાત્રિકોની ભીડ દેખાતી નથી? શું તેમની પીડા સાંભળવામાં આવે છે? શું યાત્રાધામના વિકાસની જાહેરાતો માત્ર કાગળ સુધી સીમિત છે અને મેદાન પર તે અમલથી દૂર દોડે છે? સોશિયલ મીડિયા, સ્થાનિક મીડિયા અને યાત્રિકોમાં આ મુદ્દે ભારે નારાજગી છે, લોકો કહે છે કે પ્રાચી જેવા મોક્ષસ્થળમાં જ્યારે લોકો આત્મિક શાંતિ માટે આવે છે ત્યારે તેમને ભટકાવાનું, ગરમી–વરસાદમાં ઊભું રાખવાનું, અનિયંત્રિત ટ્રાફિકની વચ્ચે ઉભા રહેવા મજબૂર કરવાનું કોઇપણ રીતે મંજૂર ન થવું જોઈએ કારણ કે આ સ્થળ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું પ્રતિબિંબ પણ છે. તંત્રની બેદરકારી સામે યાત્રિકોનો પ્રશ્ન સ્પષ્ટ છે જો પ્રાચી જેવા પ્રાચીન અને મહત્ત્વના યાત્રાધામમાં પણ બસ સ્ટેન્ડ બનાવવા માટે કોઇની નજર નથી પડતી તો વિકાસની વાતો માત્ર દેખાવની છે કે શું?

યાત્રિકો ખાસ કરીને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને અરજ કરી રહ્યા છે કે પ્રાચી તીર્થધામમાં તરત જ યોગ્ય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે જેથી હજારો લોકોની મુસાફરી સરળ અને સુરક્ષિત બને. અહીં આવનારા વૃદ્ધ યાત્રિકો કહે છે કે તેમને લાંબા અંતર સુધી ચાલવું પડે છે, ક્યારેક યાત્રિકો રોડ પર બસ પાછળ દોડતા પણ નજરે પડતા હોય છે, ક્યારેક કલાકો સુધી કોઇ વાહન ન મળે અને વરસાદ કે તડકો એમના માટે મોટી સમસ્યા બની રહે છે.ખુલ્લેઆમ લોકો કહી રહ્યા છે કે એક તરફ સરકાર યાત્રાધામોમાં આધ્યાત્મિક પર્યટન વધારવાની વાત કરે છે અને બીજી તરફ મૂળભૂત સુવિધાઓ સુધી પહોંચાડવાની ક્ષમતા દેખાતી નથી? શું તંત્રને ખબર નથી કે પ્રાચી તીર્થધામ પિતૃકર્મ માટે કેટલું વિશેષ સ્થાન ધરાવે છે? અહીં દરરોજ કેટલા યાત્રિકો આવે છે? કેટલાને તકલીફ પડે છે? કેટલાને લાંબી રાહ જોવી પડે છે? આ પ્રશ્નો માત્ર ફરિયાદો નથી પણ વર્ષોથી અવગણાયેલા એક મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેપનું પરિમાણ છે. પ્રાચી ગામનાં લોકો જણાવે છે કે યાત્રિકો માટે બસ સ્ટેન્ડ બનવું માત્ર સુવિધા નહીં પરંતુ ધાર્મિક પર્યટન વિકાસનો આધાર છે, કારણ કે જ્યારે ભક્તો મુશ્કેલી અનુભવે છે ત્યારે સ્થાનની પ્રતિષ્ઠા પણ અસર પામે છે. ઘણા યાત્રિકો કહે છે કે અહીં આવે ત્યારે મનમાં શાંતિ માટે આવે છે પરંતુ મુસાફરીની તકલીફ, ગરમી, પાણીની અછત અથવા યોગ્ય બસ મળવાની મુશ્કેલી તેમને થાકવી નાખે છે. શું વિકાસનું માપદંડ માત્ર આકર્ષક જાહેરાતો છે કે યાત્રિકોની વાસ્તવિક જરૂરિયાતો પણ તેમાં સામેલ છે?શું મોક્ષસ્થળે પણ યાત્રિકોને દોડવું પડે તે યોગ્ય ગણાય?પ્રાચી તીર્થધામમાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે માત્ર યાત્રિકોને જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે વ્યવસાય, રોજગાર અને પર્યટનને પણ અસર થાય છે; વાહનો અનિયંત્રિત રીતે આવે–જાય છે, ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને ગામની આસપાસ અવ્યવસ્થિત પાર્કિંગ પણ મોટું પડકાર બની ગયું છે. પરિસ્થિતિ એવી છે કે લોકો ખુદને પૂછવા લાગ્યા છે કે યાત્રાધામો માટે જે વિકાસની વાતો થાય છે તે શું માત્ર પસંદગીયુક્ત સ્થળો સુધી સીમિત છે? પ્રાચી તીર્થધામને શું તેની સાચી પ્રાથમિકતા મળી રહી છે? અથવા તો યાત્રિકો આવતીકાલે પણ આવી જ મુશ્કેલીમાં રઝળતા રહેશે? યાત્રાધામના વિકાસ અંગે પૂછાતા પ્રશ્નો સતત વધી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે તંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ મેદાનમાં પગલું ભરે, કારણ કે પ્રાચી તીર્થધામ જેવા મોક્ષસ્થળે યાત્રિકોની સગવડ સામાન્ય જરૂરિયાત નહીં પરંતુ સન્માનનો પ્રશ્ન છે, અને આ સન્માનને જાળવવાનું કામ હવે તંત્રે તરત હાથ ધરવું પડશે નહિ તો આ મુદ્દો રાજ્યભરમાં વધુ ઉગ્ર ચર્ચા અને માંગ રૂપમાં ઉઠશે.

REPOTER : દિપક જોશી, પ્રાંચી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here