BOLLYWOOD : ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યાં હોવાની ફરી ચર્ચા

0
31
meetarticle

ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા ફરી વ્યાપક બની છે. હાલમાં અભિનેત્રીએ પોતાનીઆવનારી ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’નું એનિમેટેડ ટીઝર શેર કર્યું હતું. જે જોઇને ધનુષે દિખને ઔર સુનમેં અચ્છા લગ રહા હૈની પ્રતિક્રિયા આપી હતી. જેના પ્રત્યુત્તરમાં મૃણાલ ઠાકુરે દિલવાળું  ઇમોજી શેર કર્યું હતું. તેના પરથી લોકોએ ફરી તેમના ડેટિંગની ચર્ચા શરુ કરી દીધી છે.  ઘણા લોકોએ પોતાની પોસ્ટમાં ઠાકુર અને તેની ગર્લફ્રેન્ડ તરીકે સંબોધ્યા હતા. તો વળી થોડા લોકોએ આ જોડીને થલાઇવા અને થલાઇવી જેવા નામ આપ્યા હતા. અગાઉ ગત ઓગસ્ટમાં મૃણાલના જન્મદિવસની પાર્ટીમાં ધનુષ સામેલ થયો હતો. ઉપરાંત જુલાઇના એક થ્રોબેક વીડિયોમાં મૃણાલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ધનુષના ઇડલી કઢાઇ ગીત પર નૃત્ય કર્યું હતું.

આ પહેલાં પણ ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા ચગી હતી. ઓગસ્ટ મહિનામાં ‘સન ઓફ સરદાર ટુ’ના પ્રીમિયર બન્નેએ એક બીજાને ભેટયા હોવાની તસવીર વાયરલ થઇ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here