VADODARA : છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે

0
27
meetarticle

વડોદરાના છાણી વિસ્તારના વોર્ડ નં-1માં પાણી અંગેના નેટવર્કમાં સુધારા બાબતે કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા ડબલ ભાવના ભાવ પત્ર સહિત દક્ષિણ ઝોનમાં વોર્ડ નં.16 માં પાણીની કાસ્ટ આયર્ન લાઈન, ચેમ્બર, ટ્યુબવેલ, હેન્ડ પંપ બનાવવા અંગે નિયત ભાવથી વધુ કોન્ટ્રાક્ટરને 14.11 ટકા ચૂકવવા સહિત વોર્ડ નં.17માં નવી પાણીની લાઈન નાખવા અંગે અંદાજિત રકમથી વધુ 50 ટકા મુજબના ચુકવણાની દરખાસ્ત મંજૂરી અંગે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના ઉત્તર ઝોન વહીવટી વોર્ડ 1માં છાણી ખાતે 24×7 પાણીના નેટવર્કમાં સુધારો કરવાના કામે કોન્ટ્રાક્ટર એસ એન કન્સ્ટ્રક્શનના નિયત અંદાજિત રકમ રૂપિયા 74,66,932થી 100 ટકા મુજબના વધુ પ્રમાણે રૂપિયા 82,13,625 જીએસટી સહિતના ભાવ પત્રને મંજૂર કરવા તથા દક્ષિણ ઝોન વિસ્તારમાં વોર્ડ 16 માટે વર્ષ 2025-26માં પાણીની કાસ્ટ આયર્ન, ડીઆઇ લાઈનો નાખવી, ચેમ્બર, ટ્યુબવેલ, હેન્ડ પંપ બનાવવા અંગે નિયત રૂપિયા 75 લાખ સામે કોન્ટ્રાક્ટર બરોડા સેનિટેશનના આવેલા ભાવ પત્ર મુજબ 14.11 ટકા વધુ યુનિટ રેટ ભાવ પત્રને મંજુર કરવા તથા વોર્ડ 17માં માંજલપુર ચાર રસ્તાથી બંગલાની પાછળ સુધી નવી પાણીની લાઈન નાખવા અંગે કોન્ટ્રાક્ટર ઓનેસ્ટ એન્જિનિયર્સના નિયત ભાવપત્રથી વધુ 50 ટકા મુજબ 64,52,449 જીએસટી સાથેના ભાવ પત્રને મંજૂર કરવાની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here