SPORTS : WPL 2026: દીપ્તિ શર્મા મહિલા પ્રીમિયર લીગ ઈતિહાસની બીજી સૌથી મોંઘી ખેલાડી, સ્મૃતિ મંધાના ટોપ પર

0
38
meetarticle

ભારતીની સ્ટાર ઓલરાઉન્ડર અને ICC વનડે મહિલા વિશ્વ કપની પ્લેટર ઓફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માએ મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજીમાં ઈતિહાસ રચી દીધો છે. હરાજીમાં તેમની બોલી રૂ.50 લાખની બેઝ પ્રાઈસથી વધીને રૂ.3.2 કરોડ થઈ હતી. યુપી વોરિયર્સે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને દીપ્તિ શર્માને ટીમમાં સામેલ કર્યા. ગયા સીઝન સુધી તેમનો પગાર રૂ.2.6 કરોડ હતો, અને આગામી સીઝનથી તે વધીને રૂ.3.2 કરોડ થશે. યુપી વોરિયર્સે તેમને તેમના બેઝ પ્રાઈસના છ ગણા ભાવે ખરીદ્યા છે.

સ્મૃતિ મંધાના બાદ WPLની સૌથી મોંઘી ખેલાડી બની દીપ્તિ

મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજી માટે દીપ્તિને લઈને દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, પરંતુ યુપી વોરિયર્સે યોગ્ય સમયે RTMનો ઉપયોગ કરીને દીપ્તિને તેના ગ્રુપમાં પાછી બોલાવી લીધી હતી. આ હરાજી બાદ દીપ્તિ, સ્મૃતિ મંધાના બાદ WPLના ઈતિહાસની બીજી સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે અને મહિલા ક્રિકેટમાં તેને પોતાના છબી એક કમ્પલીટ અને પ્રભાવશાળી ખેલાડી તરીકે વધુ મજબૂત કર છે. દીપ્તિ શર્મા માટે આ એક હરાજીની જીત નહીં, પરંતુ ભાવનાત્મક વાપસી છે. આગ્રાની સ્ટાર હવે ફરી એકવાર યુપી વોરિયર્સનું પ્રતિનિધિત્વ કરશે. યુપી વોરિયર્સે ફક્ત એક ખેલાડીને જ નહીં, પરંતુ એક ક્રિકેટ આઇકોનને ઘરે પાછી લાવી છે, જે સમગ્ર ઉત્તર પ્રદેશ માટે પ્રેરણા બની છે. 

WPLની અત્યાર સુધીની સૌથી મોંઘી ખરીદ
ખેલાડીટીમકિંમતવર્ષ
સ્મૃતિ મંધાનાRCB₹3.4 કરોડ2023
દીપ્તિ શર્માUPW₹3.2 કરોડ2026
એશ્લે ગાર્ડનરGG (ગુજરાત જાયન્ટ્સ)₹3.2 કરોડ2023
નેટ સ્કિવર-બ્રન્ટMI (મુંબઈ ઈન્ડિયન્સ)₹3.2 કરોડ2023
અમેલિયા કરMI (મુંબઈ ઈન્ડિયન્સ)₹3 કરોડ2026

માર્કી ખેલાડીઓની પહેલી યાદી

WPL 2026 ની હરાજી માટે માર્કી ખેલાડીઓની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. આઠ ખેલાડીઓમાંથી સાત ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલી અનસોલ્ડ રહી. આ દરમિયાન ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇનને ગુજરાત જાયન્ટ્સે રૂ.2 કરોડમાં, દીપ્તિને યુપી વોરિયર્સે રૂ.3.2 કરોડમાં, અમેલિયા કરને મુંબઈ ઇન્ડિયન્સે રૂ.3 કરોડમાં અને રેણુકા સિંહને ગુજરાત જાયન્ટ્સે રૂ.60 લાખમાં ખરીદ્યા હતા. 

WPL 2026 હરાજી : ખેલાડીઓ અને તેમની બોલી
ખેલાડી બેઝ પ્રાઈસ અંતિમ બોલી ટીમ
એલિસા હીલી ₹50 લાખ અનસોલ્ડ —
સોફી ડિવાઇન ₹50 લાખ ₹2 કરોડ ગુજરાત જાયન્ટ્સ
દીપ્તિ શર્મા ₹50 લાખ ₹3.2 કરોડ યુપી વોરિયર્સ
અમેલિયા કર ₹50 લાખ ₹3 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ
રેણુકા સિંહ ₹40 લાખ ₹60 લાખ ગુજરાત જાયન્ટ્સ
સોફી એક્લેસ્ટોન ₹50 લાખ ₹85 લાખ યુપી વોરિયર્સ
મેગ લેનિંગ ₹50 લાખ ₹1.90 કરોડ યુપી વોરિયર્સ
એલ વોલ્વાર્ટ ₹30 લાખ ₹1.10 કરોડ દિલ્હી કેપિટલ્સ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here