RAJKOT : ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ થઈ, લગ્ન કરવાની લાલચ આપી મહિલા પર દૂષ્કર્મ

0
39
meetarticle

રૈયાગામ નજીકના વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય મહિલા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરીચય કેળવી ફ્રેન્ડશીપ કરી લગ્ન કરવાની લાલચ આપી ભાવીન રતીલાલ મકવાણા (રહે. જૂનાગઢ)એ તેના ઘરે જઈ દૂષ્કર્મ આચર્યાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના લગ્ન ર૦૦પમાં થયા હતા. પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે. તે પુત્ર અને પુત્રી સાથે રહે છે. ત્રણેક માસ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી ભાવીન મકવાણા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. ત્યાર બાદ બંને મેસેજથી વાતચીત કરતા હતા. સાતમ આઠમના તહેવારમાં આરોપી રાજકોટ મળવા આવ્યો હતો. આ સમયે તેણે આરોપીને તે પરણીત હોવાનું અને બે સંતાન હોવાની વાત કરી હતી.

એટલું જ નહીં તે આરોપી કરતા મોટી હોવાની વાત કરી હતી. આથી આરોપીએ ‘મે તને અગાઉ જે રીતે અપનાવવાની વાત કરી હતી તેમ હું તને અપનાવીશ અને તારી સાથે લગ્ન કરીશ’ તેમ જણાવ્યું હતું. બાદમાં બંને છુટા પડી ગયા હતા. બીજા દિવસે આરોપી તેના ઘરે જતા ઘરે હાજર પુત્રીને આરોપી તેના ફ્રેન્ડનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેના બંને સંતાનો નીચે રમવા ગયા હતા. બાદમાં આરોપીએ તેને લગ્નની વાતચીત કરી હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ આરોપી અવાર-નવાર તેને લગ્નની વાત કરી દૂષ્કર્મ આચરતો હતો.નવરાત્રી પહેલા આરોપી આવતા બને તેની ફ્રેન્ડ કે જે અયોધ્યા ચોક પાસે રહે છે તેના ઘરે ગયા હતા. જયાં પણ આરોપીએ દૂષ્કર્મ આચર્યું હતું. આરોપીએ તેના માતા સાથે ફોન પર વાતચીત કરાવતા તેને ‘હું પરણીત છું, સંતાનો છે’ તેમ કહેતા તેણે વાંધો નહીં તમે બને એકબીજાને પસંદ કરછો છો, તમે રીલેશનશીપમાં રહો, મને કોઈ વાંધો નહીં. તેમ જણાવ્યું હતું. બાદમાં તેણે આરોપીની બહેન સાથે પણ વાત કરી હતી.

દિવાળી ઉપર તે, પતિ અને આરોપી સહિતના સાથે ઉજૈન ફરવા ગઈ હતી. જયાંથી પરત ફરતી વખતે પતિને આરોપી સાથે સંબંધ હોવાની શંકા જતા તેણે આરોપીનો ફોન ચેક કરતા તેમાં બંનેના ફોટા જોઈ લીધા હતા. જયાંથી તા.ર૬ના પરત આવ્યા બાદ પતિએ ફોટા બાબતે વાત કરવા તેના પરિવારજનોને બોલાવ્યા હતા. આ સમયે ત્યાં હાજર આરોપીએ વાતચીત સમયે તેને અપનાવવાની વાત કરી હતી. એટલું જ નહીં આરોપીએ તેને તેની કારમાં જૂનાગઢ લઈ ગયો હતો. પરંતુ તે પસંદ ન હોવાનું જણાતા તેને પરત રાજકોટ જવાનું કહેવાતા તે ત્યાંથી તે રાજકોટ આવી ગઈ હતી. બાદમાં તે ફરીથી આરોપીના ઘરે જૂનાગઢ જતાં લગ્નની વાત સમયે આરોપી કઈ બોલતો ન હોવાથી તે પરત રાજકોટ આવી ગઈ હતી. બીજી તરફ પતિએ ગઈ તા.૭-૧૧-રપના છૂટાછેડા લઈ લીધા હતા. હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here