BOLLYWOOD : રણબીર કપૂર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કેમિયો કરે તેવી શક્યતા

0
51
meetarticle

દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરીટ ફરી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને હવે અપડેટ છે કે, દિગ્દર્શકે પોતાની ફિલ્મમાં કેમિયો કરવા માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો છે.એક રિપોર્ટના અનુસાર, રણબીર કપૂર સ્પિરીટ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળી શકશે. તેનો રોલ ફિલ્મમાં એક નવો વળાંક લઇને આવશે, જે દર્શકોને વાર્તા સાથે જકડી રાખશે તેવો દાવો સૂત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં વધુમાં જણાવામાં આવ્યું છે કે, રણબીરનો રોલ આ ફિલ્મમાં  એક ઇતિહાસ બની જશે. 

રિપોર્ટમાં એણ પણ જણાવામાં આવ્યું છે કે, રણબીર ફિલ્મની વાર્તાના એક મહત્વના વળાંકમાં જોવા મળશે.ફિલ્મમાં રણબીરની એન્ટ્રી રિલ્મની વાર્તામાંએક ટર્નિંગ પોઇન્ટ હશે અને ઇન્ડિયન સિનેમામાં એક હિસ્ટોરિક પળ હશે. સ્પિરિટ ફિલ્મનું મુહ્રત ચિરંજીવીએ કર્યું હતું. જેની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સંદીપ રેડી વાંગાની સ્પિરિટ ફિલ્મ લાંબા ઘણા કારણોસર ચર્ચામાં છે. જેમ કે સેટ પરના વિવાદ, ફિલ્મનું બજેટ વધી જવું.

દીપિકા પદુકોણને ફિલ્મમાંથી હાંકી કાઢવી અને પછી તેના સ્થાને તૃપ્તિ ડિમરી સાથે પ્રભાસની જોડી જમાવવા જેવા સમચાાર વાયરલ થયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here