મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સંતાનના કામકાજમાં આપને સાનુકુળતા રહે. હર્ષ લાભ જણાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ શ્રમ રહે.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.
કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
સિંહ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા રહે. અન્યનો સહકાર મળી રહે.
કન્યા : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાચવવું.
વૃશ્ચિક : નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. અડોશ-પડોશનું કામકાજ જણાય.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બેંકના, વીમા કંપનીના કામમાં સરળતા રહે.
કુંભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.
મીન : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી.

