નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગા તરફની દિવાલ નમી ગઇ છે. તૂટેલા હિસ્તો છતાં મહાનગરપાલિકા બેદરકારી દાખવી રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખેતા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાલના સમારકામને અવગણના કરવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે. ખેતા તળાવની દેસાઇ વગા તરફના રહેણાંક વિસ્તારની સામે જ જર્જરિત દિવાલ આવેલી છે. આ દિવાલનો એક હિસ્સો સંપૂર્ણપણે તૂટી ગયો છે. દિવાલની આસપાસનો મોટોભાગ પણ નીચે તરફ નમી ગયો છે. દિવાલની જોખમી સ્થિતિ છતાં મનપા તંત્ર નિંદ્રાધિન જણાઇ રહ્યું છે. તંત્ર તાત્કાલિક ધોરણે નમેલી અને તૂટેલી દિવાલનું સમારકામ કરાવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.

