ડભોઇ શહેર અને તાલુકા ના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવાર દારૂબંધીના કડક અમલની માંગ સાથે ડભોઇ પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારાબાજી સાથે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં રાજ્ય સરકાર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા છે. આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને અનુસરતું રાજ્ય હોવા છતાં છેલ્લા 30 વર્ષથી સરકાર દારૂ અને ડ્રગ્સની બદી રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ડ્રગ્સ-દારૂના ધંધા પર તેમાં ગંભીર આક્ષેપો કરાયા છે.કોંગ્રેસે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર પ્રવાહી ડ્રગ્સ, 73,163 ડ્રગ પિલ્સ-ઈન્જેક્શન જપ્ત થયાં હોવા છતાં એકેય કિસ્સામાં કડક સજા ન થતાં સરકારી બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે આ પ્રસંગેબાઈટ. જશપાલસિંહ પઢીયાર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડભોઇ તાલુકા પ્રમુખ સુધીર બારોટ ડભોઇ કોંગ્રેસ પ્રમુખ સતિષભાઈ રાવલ મુસ્તુફાભાઇ ખલીફા ઐયુબભાઈ મન્સૂરી કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઇ PI કે જે ઝાલા કોંગ્રેસ સમિતિની માંગણીઓ તથા રજૂઆત સંબંધિત મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. તેમજ પોતાની હદમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું હતું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

