થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં જોવા મળ્યો હતો. મૃતકની ઓળખ મસાભાઈ વાહતાભાઈ (ઉંમર આશરે 60 વર્ષ) તરીકે થઈ છે, જેઓ ગોલપ, વાવના રહેવાસી હતા અને હાલ થરાદમાં લખાપીર હોટલ પાછળ રહેતા હતા. મસાભાઈ ત્રણ દિવસ પહેલા, 27 નવેમ્બર 2025 ના રોજ સવારે 10 વાગ્યે ગુમ થયા હતા. કેનાલમાં તરતા મૃતદેહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી લીધો હતો.

થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમને એક કોલ મળ્યો હતો કે આજાવાડા પુલ નજીક કેનાલ પર લૂંગી મૂકી કોઈએ કેનાલમાં ઝંપલાવ્યું છે. આ માહિતી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી સતત શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ત્યારે કોઈ મળી આવ્યું ન હતું. રાઠોડે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે સાંજે પણ લગભગ એક કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી. બાદમાં ગતરોજ સવારે તરતી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો હતો
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

