પોલીસે કુલ રૂપિયા ૧૪.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યોગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જયારે ગુજરાતમાં દારૂ નથી મળતો તો દારૂ ક્યાંથી આવે છે. ગુજરાતના પડોશી રાજ્ય ગણાતા એવારાજસ્થાનમાંથી એનકેન પ્રકારે રાજ્યની બોર્ડર પાર કરીને વિદેશી દારૂ ગુજરાતના સરહદી જીલ્લાઓમાં ઘુ સાડવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે બોર્ડર પર પોલીસ તંત્રની બાજ નજર હોવા છતાં દારૂ કઈ રીતે ગુજરાતમાં ધૂસે છે શું પોલીસની નજર ચૂકવીને દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હશે કે કેમ તેવા અનેક સવાલો પોલીસ તંત્ર સામે ઉઠી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં ઈડર-વલાસણા હાઈવે રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ હતી.

જેમાં બુધવારની રાત્રે રામનગર પાસેથી એકકાર પોલીસે પીછો કરી ઝડપી લીધી હતી. જ્યારે મણિયોર ગામ પાસે દારૂ ભરેલી બીજી એક કાર પલટી મારી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. જયારે બીજી કાર રામનગર પાસેથી ઝડપી લેવાઈ હતી.આ અંગે ઈડર પોલીસે ૪.૮૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ ફરાર બંને કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી મુજબ ઈડર પોલીસને બાતમી મળી હતી કે ભિલોડા તરફથી વિદેશી દારૂ ભરી બે કાર ઈડરથી વલાસણા તરફ જઈ રહી છે. ત્યારે પોલીસે ઈડર બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની બે કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ બંને કાર પોલીસને ચકમો આપી વલાસણા હાઈવે તરફ ભાગી હતી. જેમાં એક હ્યુન્ડાઈ ક્રેટા કારને ઈડર નજીક આવેલ રામનગર પાસેથી ઝડપી લીપી હતી. જયારે અન્ય એક ફોર્ડ ઈકો સ્પોર્ટ કારનો ૫ીછો કર્યો હતો ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વલાસણા રોડ ઉપર આવેલ મણિયોર નજીક પુલિયા પાસે ઈકો સ્પોર્ટ કાર અચાનક પલટી મારી ગઈ હતી અને કારમાંથી વિદેશી દારૂની બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી. જેને લઈને કારમાં ગેરકાયદેસર દારૂ ભરેલો હોવાનું ૫ોલીસ તપાસમાં ખૂલ્યું હતું. જ્યારે કાર પલટી જતા તેનો વિડિઓ સોશિયલ મીડિયા વાયરલ થઈ ગયો હતો. જ્યારે ઉપરોક્ત બંને ઘટનામાં ઈડર પોલીસે કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૪૭ જેની કિંમત રૂ. ૪,૮૯,૩૩૧ તથા બંને કારની કિંમત રૂ. ૧૦ લાખ મળી પોલીસે ૧૪,૮૯,૩૩૧નો મુદ્દામાલ કબજે કરી ફરાર બંને કારના ચાલક વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
