નવાદાની યુવતી 4 વર્ષ પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તેના પરિવારે ફરિયાદ નોંધાવી ત્યારે તેણે કોર્ટમાં પોતાના પ્રેમીના તરફેણમાં નિવેદન આપ્યું હતું અને પછી પોતાના પ્રેમી સાથે જતી રહી હતી, ત્યારથી પિયરમાં તે કોઈના સંપર્કમાં નહોતી રહી. હવે, જ્યારે SIRમાં EPIC ID માગવામાં આવી ત્યારે તેને પિયરની યાદ આવી. તેણે ઘરે ફોન કરીને 2003ની મતદાર યાદીમાં નોંધાયેલી જાણકારી માગી.
SIRમાં બૂથ-સ્તરના અધિકારીઓ પાસે એવા ઘણા મામલા આવ્યા છે, જેમાં પ્રેમ લગ્ન માટે ઘર છોડીને ભાગી જનારી યુવતીઓ પરિજનો સાથે વાત કરવા માટે મજબૂર બની છે. બુલંદશહેરની રહેવાસી સુલેખા લગભગ 10 વર્ષ પહેલાં સંગ્રામપુરના નવાબ હસન સાથે ભાગી ગઈ હતી. ધર્મ પરિવર્તન બાદ લગ્ન કર્યા પછી તે સુલેખાથી રિહાના બની ગઈ. હવે તેમને બે બાળકો પણ છે. આ દરમિયાન તેની ક્યારેય પોતના માતા-પિતા સાથે વાત ન થઈ.

ગત વિધાનસભા ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું. હવે જ્યારે SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ફોર્મમાં પિતા-વાલી વિશે માહિતી માગવામાં આવી. વર્ષ 2003ની મતદાર યાદીના આધાર પર પિતાનો મતદાર નંબર (EPIC ID) માગવામાં આવ્યો, બૂથ અને ભાગ નંબર માગવામાં આવ્યો તો સુલેખા ઉર્ફે રિહાના પાસે માહિતી નહોતી. જ્યારે તેણે તેની માતાને ફોન કર્યો ત્યારે વાતચીત ગૂંગળામણભર્યા અવાજમાં થઈ. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયત લક્ષ્મીપુરમાં 70% મુસ્લિમ અને 30% હિન્દુ વસતી છે. તમને જણાવી દઈએ કે, માત્ર યુવતીઓને જ નહીં એવા અનેક યુવકો સામે પણ આ પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે જેમણે પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે.
અહીંના ઘણા યુવકોએ દિલ્હી, જમ્મુ-કાશ્મીર, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વિવિધ સમુદાયોની યુવતીઓ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. સૌથી વધુ કિસ્સા આ જ પ્રમાણના છે. હવે SIR પ્રક્રિયા શરૂ થતાં પૈતૃક પરિવાર, સરનામું, મૂળ સ્થાન અને ઓળખ સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આ યુગલો માટે એક પડકાર બની ગયો છે. SDM મોહિત કુમારનું કહેવું છે કે, પ્રેમ લગ્ન સંબંધિત કેસ સામે આવી રહ્યા છે, પરંતુ તેમાં કોઈ સમસ્યા નથી.
ચૂંટણી પંચની વેબસાઈટ પર તમામ ડેટા ઉપલબ્ધ છે. પરિજનોની EPIC ID એક્સેસ કરી શકાય છે. જો તે ન મળે SIR ગણતરી ફોર્મનો ત્રીજો વિકલ્પ પસંદ કરી શકો છો, જેમાં 4 ડિસેમ્બર પછી જે પ્રક્રિયા શરૂ થશે તેમાં ભાગ લઈ શકશો.
