ડભોઇ તાલુકાના વઢવાણા ગામના છેવાડેથી પસાર થતી નર્મદાની મોટી કેનાલમાં છેલ્લા ઘણા સમયથી લગભગ ૧૫ ફૂટનું વિશાળ અને ઊંડું ગાબડું પડી ગયું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે અહીંથી અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિક ખેડૂતો માટે મોટું જોખમ ઊભું થયું છે રાત્રિના સમયે અકસ્માતનો ખતરો: વાહનચાલકો પરેશાનવઢવાણા ગામના છેવાડે આવેલું આ ૧૫ ફૂટ ઊંડું ગાબડું રાત્રિના અંધારામાં વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આ કેનાલ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર કરતા લોકો માટે આ ગાબડું સતત જોખમકારક સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોની ચિંતા વધી: ચોમાસામાં મોટું નુકસાન થવાની ભીતિ

આ ગાબડું લાંબા સમયથી પડ્યું હોવાથી અને તે નર્મદાની મુખ્ય કેનાલ હોવાથી, જો તાત્કાલિક પૂરણ કરવામાં નહીં આવે તો કેનાલનું વધુ ધોવાણ થવાની પૂરેપૂરી શક્યતા છે.ધોવાણનો ભય: જો ધોવાણ વધશે તો કેનાલની દિવાલ તૂટશે.ખેતરોમાં પાણી: આવતા ચોમાસામાં આ ગાબડું મોટું થશે તો આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જવાની અને પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે મુસીબત: ખેડૂતો માટે આ એક મોટી મુસીબત ઊભી કરી શકે છે. સ્થાનિક લોકોની તંત્ર પાસે માંગ અહીંથી પસાર થતા વાહનચાલકો અને ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ સખત માંગણી કરી છે કે, કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં, વહેલી તકે આ ૧૫ ફૂટના મોટા ગાબડાનું પૂરણ કરવામાં આવે.સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના થશે, નિર્દોષ લોકોના જીવ જશે, ત્યારબાદ જ તંત્ર જાગશે નર્મદા નિગમ દ્વારા આ ગંભીર સમસ્યાને વહેલી તકે ધ્યાનમાં લઈને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવું અનિવાર્ય છે.આ મામલે તંત્ર વહેલી તકે કોઈ પગલાં લે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

