ડભોઈ-વડોદરા માર્ગ પર આવેલા થુવાવી ગામના પાટીયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમાગરમ પોંકની કુલ ૧૩ જેટલી હાટડીઓ (પૉક સેન્ટરો) ખૂલી ગઈ છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોંકની મિજબાની માણવા લોકો ઉમટી રહ્યા છે. ભાવવધારો અને કારણો:ગયા વર્ષનો ભાવ: પોંકનો ભાવ ગયા વર્ષે આશરે ₹૮૦૦ પ્રતિ કિલો હતો.

વર્તમાન ભાવ: આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતાં પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે ₹૧૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.
વિક્રેતાનો મત: થુવાવી ગામે પોંકની હાટડી ચલાવતા હીનાબેન ઘનશ્યામભાઈ પટેલએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે આ વર્ષે પોંકનો ભાવ વધ્યો છે. પોંકની મિજબાની અને તૈયારી:સ્વાદ અને સુગંધ: તાજા-તાજા તૈયાર થતા મધ-મધતા પોંકની સોડમ લોકોને આકર્ષે છે અને મોંમાં પાણી લાવી દે છે. આ સુરતી વાની’ની જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી રાખવામાં આવે છે.સાથે પીરસાતી વસ્તુઓ: પોંક સાથે ગ્રાહકોને બે જાતની ચટણી પીરસવામાં આવે છે:કોઠાતીખી ચટણી ધાણા-ફુદીનાની ચટણી સાથે લીંબુ-મરીની સેવનો ટેસ્ટ પણ માણવા મળે છે.

તૈયાર કરવાની પ્રક્રિયા: પોંક પાડવા માટેની ભઠ્ઠીઓમાં (ઓગની ભઠ્ઠી) ડુંડાને શેકવામાં આવે છે. ત્યારબાદ કપડાની ગોળ લાંબી થેલીમાં ડુંડા ભરીને લાકડીથી મારીને પોંક પાડવામાં આવે છે, જેને મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરીને વેચવામાં આવે છે.વ્યવસ્થા: હાટડીઓ પર કાર ચાલકો, બાઈકસવાર, અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે આ ગરમાગરમ પોંક-સેવની જ્યાફત ઉડાડે તે માટે માંડવાઓમાં ખુરશી-ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે.લોકપ્રિયતા: બાજરીના રોટલાથી મોં ફેરવતા લોકો પણ હોંશે-હોંશે પોંકનો સ્વાદ માણે છે. પ્રવાસીઓ અને એન.આર.આઈ.માં લોકપ્રિયતા:પ્રવાસીઓ માટેનું સ્થાન: થુવાવી ગામથી વડોદરા, નડિયાદ, ભરૂચ, સુરત, કરજણ, મુંબઈ-દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો અહીં ઊભા રહીને પોંકની મજા માણે છે.NRI જોડાણ: વિદેશમાં રહેતા પરિવારો પોંકની સિઝનમાં ખાસ પોંક પેકિંગ કરાવીને મંગાવે છે.ઘણા NRI (બિન-નિવાસી ભારતીયો) પરત જતી વખતે પણ પોંક સાથે લઈ જવાનું ચૂકતા નથી. અન્ય પ્રસંગોમાં પોંક:ફાર્મ હાઉસ અને લગ્ન પ્રસંગ: ફાર્મ હાઉસની પાર્ટીઓ તેમજ લગ્નના રિસેપ્શનમાં ખાસ કરીને પોંકનો સ્ટોલ રાખવામાં આવે છે, સાથે ઊંધિયું અને મિષ્ટાન્ન પણ પીરસાય છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

