સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાયેલી 9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.જેને પગલે અમદાવાદ સ્થાયિત્વ અને એકતાની જોશપૂર્ણ ઉજવણીમાં તરબોળ થયું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાયેલી 9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.જેને પગલે અમદાવાદ સ્થાયિત્વ અને એકતાની જોશપૂર્ણ ઉજવણીમાં તરબોળ થયું હતું.ઓપરેશન સિંદૂરના સંદર્ભ સાથે આ વર્ષની મેરથોન દોડ વધુ ભાવનાત્મક મહત્વ ધરાવે છે.આ પ્રસંગે ભારતીય ક્રિકેટર અને ગુજરાત જાયન્ટ્સ સાથે તાજેતરમાં જોડાયેલી યાસ્તિકા ભાટિયા પણ હાજર રહી હતી.આ મેરથોનમાં સેના અને પોલીસના 4,000થી વધુ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો, જે રાષ્ટ્રની સેવા કરનારાઓ માટે આદર અને એકતાના મેરેથોનના સંદેશને બળવત્તર બનાવે છે.
દોડવીરોએ ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજ સહિતના અમદાવાદના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સીમાચિહ્નો દર્શાવતા કોર્સ પર ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો. એવોર્ડ વિજેતા ક્રિએટર આકીબ વાની દ્વારા ડિઝાઇન કરાયેલી મેરેથોનની ઓફિસિયલ જર્સીએ ઇવેન્ટની ભાવના અને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.ફુલ મેરેથોન, હાફ મેરેથોન અને 10K કેટેગરીમાં ₹40 લાખથી વધુના ઇનામો સાથે, વિજેતાઓને વિવિધ સ્પર્ધા અને વય-જૂથમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.

ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ, મેજર જનરલ ગૌરવ બગ્ગાએ જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન એક રમતગમતની ઈવેન્ટથી વિશેષ, સશસ્ત્ર દળો અને નાગરિકો વચ્ચેના કાયમી બંધનનો જીવંત પુરાવો છે. દેશભરના હજારો લોકોની સાથે સેના અને પોલીસના 4,000થી વધુ જવાનોને ખભે ખભા મિલાવીને દોડતા જોવાનો લ્હાવો ખૂબ જ આનંદદાયક હતો. આવી અભૂતપૂર્વ ભાગીદારી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી બલ્કે તે ભારતને પરિભાષિત કરતી એકતા, શિસ્ત અને સકારાત્મકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. દોડના દરેક ડગલે આપણે એક સાથે આગળ વધતા રાષ્ટ્રના ધબકારાને અનુભવી શકીએ છે.
ભારતીય વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નાગેશ કપૂરે જણાવ્યું હતું કે, આપણા સશસ્ત્ર દળોને સમર્થન આપવા માટે આજે 9મી અદાણી અમદાવાદ મેરેથોન 2025માં ભાગ લેવા આટલી વિશાળ અને ઉત્સાહી ભીડને એકસાથે એકત્ર થયેલી જોઈને અમે અત્યંત રોમાંચિત છીએ. આ ઇવેન્ટ આપણે ફિટનેસને કેટલું મહત્વ આપીએ છીએ તેનો પુરાવો છે. સશસ્ત્ર દળોના સન્માનમાં અદાણી ગ્રુપની આવી અદ્ભુત પહેલ જોઈને આનંદ થાય છે. રમણીય સાબરમતી રિવરફ્રન્ટની અદભૂત પૃષ્ઠભૂમિ પર યોજાયેલ આ ઈવેન્ટ ખરેખર એક યાદગાર અનુભવ છે.

