VADODARA : ડભોઇમાં રખડતા કૂતરા, ભૂંડ અને ઢોરનો આતંક યથાવત: 3 દિવસમાં 20 થી વધુ લોકો કૂતરા કરડવાથી ઘાયલ

0
32
meetarticle

ડભોઇમાં રખડતા કૂતરા, ભૂંડ અને ઢોરનો આતંક યથાવત: 3 દિવસમાં 20 થી વધુ લોકો કૂતરા કરડવાથી ઘાયલ ડભોઇ નગરમાં રખડતા કૂતરા, ભૂંડ અને ઢોરનો ત્રાસ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. નવીનગરી, મહેતા પાર્ક, મહુડી ભાગોળ, વસઈવાલા જીન અને સુંદરકુવા જેવા વિસ્તારોમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે.

માત્ર ત્રણ દિવસના સમયગાળામાં 20 થી વધુ લોકો કૂતરા કરડવાના કારણે સામાન્યથી લઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેના પગલે સમગ્ર નગરમાં ભયનો માહોલ ફેલાયો છે.

મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારો: નવીનગરી મહેતા પાર્ક મહુડી ભાગોળ
​વસઈવાલા જીન સુંદરકુવા નગરપાલિકાની કામગીરી પર સવાલ:સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડભોઇ નગરપાલિકાએ અગાઉ કૂતરાઓ પકડવા માટે વડોદરાની એક ટીમને બોલાવી હતી. પરંતુ માત્ર 30 જેટલા કૂતરા પકડીને કામગીરી સંતોષ માનીને બંધ કરી દેવામાં આવી હતી.

ભયાનક આંકડાઓ:
​આ આંશિક કામગીરીના કારણે આજે પણ નગરમાં અંદાજે:800 થી વધુ ભૂંડ 500 જેટલા કૂતરા 300 જેટલા રખડતા ઢોરો
​રખડી રહ્યા છે, જે રાહદારીઓ, વાહન ચાલકો અને બજારમાં ખરીદી કરવા જતી મહિલાઓ માટે ભયનું કારણ બન્યા છે. જીવલેણ અકસ્માતોનું જોખમ:કૂતરાઓના કરડવાથી થતી ઇજાઓ ઉપરાંત, ભૂંડના ઝુંડ અને રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો જીવલેણ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. રાત્રિના સમયે કે વહેલી સવારે આ સમસ્યા વધુ વકરી જાય છે

.CCTVમાં કેદ ઘટના:
​તાજેતરમાં, મહુડી ભાગોળ વિસ્તારમાં બાઇક પર જઈ રહેલા એક યુવાનને કૂતરાએ પગમાં બચકા ભરી લેવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં ક્યાંક કેદ થઈ હતી, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. કૂતરાઓના ટોળાં બાઇક પર જતા લોકો, અવરજવર કરતા નાગરિકો અને શાકભાજીની ખરીદી કરવા જતા લોકોને નિશાન બનાવી રહ્યા છે.
વહીવટની દિશાવિહીનતા: ત્રણ માસ અગાઉ ડભોઇ પાલિકાના અધિકારીઓએ રખડતા ઢોરો અને કૂતરા પકડવાની કામગીરી અવિરતપણે ચાલુ રહેશે તેવું નિવેદન આપ્યું હતું. પરંતુ એકવાર કામગીરી કર્યા બાદ બધું ઠારે પડી ગયું છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશોની પણ ધરાર અવગણના થઈ રહી છે, ડભોઇ નગરપાલિકા ક્યારે જાગૃત થશે અને આ જીવલેણ ત્રાસમાંથી નગરજનોને મુક્તિ અપાવશે, તે જોવું રહ્યું.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here