AHMEDABAD : વિરાટનગર બ્રિજ પાસે આવેલાં વ્રજેશ્વરી કોમ્પલેકસની એક દુકાનની આગથી ૧૮ દુકાનો ભષ્મીભૂત થઈ

0
46
meetarticle

અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની સોલવન્ટ સહિત અન્ય ફલેમેબલ ઓઈલ રાખતી એક દુકાનમાં મંગળવારે સવારે ૯.૩૦ કલાકે આગ લાગી હતી. આ આગ જોતજોતામા બે માળના બિલ્ડિંગમાં આવેલી ૧૮ દુકાન સુધી ઝડપથી પ્રસરી જતા આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો  હતો.આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દુર દુર સુધી આગની જવાળાઓ જોવા મળતી હતી. અઢી કલાકની ભારે જહેમત પછી ફાયર વિભાગ આગ ઉપર કાબૂ મેળવી શકયુ હતુ.આગ હોલવવા પાણીના મારાની સાથે ૫૦ ફોમ કેરબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગ લાગવા પાછળ ફાયર વિભાગે શોટ સરકીટનુ પ્રાથમિક તારણ આપ્યુ છે.સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી.શહેરના વિરાટનગરમાં બાપુનગર એપ્રોચ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની ઓઈલની એક દુકાનમાં આગ લાગી હતી. ફાયર કંટ્રોલને આગનો મેસેજ મળતા શરુઆતના તબકકે બે ટેન્કર ઘટના સ્થળે આગ હોલવવા મોકલાયા હતા.સ્થળ ઉપર આગની પરિસ્થિતિ જોઈ એક મીની ફાયર ફાઈટર,એક ફાયર ફાઈટર ઉપરાંત દસ ગજરાજની સાથે એક વોટર બ્રાઉઝર સાથે અલગ અલગ ફાયર સ્ટેશનના અધિકારીઓ તથા ફાયરના જવાનોને આગ હોલવવાની કામગીરીમાં જોડવામા આવ્યા હતા.ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા અલગ અલગ ટીમ બનાવી પાણીના મારાની સાથે ફોમનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામા આવ્યા હતા. સામાન્ય રીતે શહેરમા આગની મોટી ઘટનામાં ચીફ ફાયર ઓફિસર તરત જ ઘટના સ્થળે દોડી જતા હોય છે.વિરાટનગરની મંગળવારની આગની ઘટનામા ચીફ ફાયર ઓફિસર આગ બુઝાવવા આવી એ સમયે સ્થળ ઉપર પહોંચતા આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર બનવા પામી હતી.જે દુકાનમાં આગ લાગી હતી એ દુકાનમા ફાયર સેફટી અંગેના કોઈ સાધન નહીં હોવાનો ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ સ્વીકાર કર્યો હતો.

જવલનશીલ પદાર્થોના ગોડાઉન ઉપર ફાયર વિભાગનો કોઈ કંટ્રોલ નહીં

વર્ષ-૨૦૨૧માં ગૃહ વિભાગ હસ્તકની સ્ટેટ ફાયર  પ્રિવેન્શન સર્વિસના સલાહ-સુચનના આધારે એક નોટીફિકેશન બહાર પડાયુ હતુ.આ નોટીફીકેશનની જોગવાઈ મુજબ, જનરલ કેટેગરી માટે ૫૦૦ ચોરસમીટર વિસ્તારથી વધુ વિસ્તાર ધરાવનારા અને જોખમી અને જવલનશીલ કેટેગરી માટે ૩૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા એકમો તેમજ ફેકટરી એકટ અંતર્ગત રજીસ્ટર ના હોય એવા એકમો જ ફાયર એન.ઓ.સી.ને લાયક બને છે.એનો સીધો અર્થ એ થાય છે કે, જણાવેલ વિસ્તારથી ઓછો વિસ્તાર ધરાવતા આવા એકમોને ફાયર એન.ઓ.સી.લેવાની થતી નથી. આ કારણથી શહેરમા આવેલા જવલનશીલ પદાર્થોના ગોડાઉન ઉપર ફાયર વિભાગના કોઈ પ્રકારના નિયંત્રણમા નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here